Safai kamdar 3

જામનગર: સફાઈ કામદારના જ એક યુનિયન લીડર સામે આંદોલનનું રણશિંગું ફૂંક્યું

Safai kamdar 2
  • જામનગર મહાનગર પાલિકાના સફાઇ કામદારો દ્વારા સફાઈ કામદારના જ એક યુનિયન લીડર સામે આંદોલનનું રણશિંગું ફૂંક્યું
  • જામ્યુકોના અધિકારીઓ જ તેને છાવરતા હોવાથી અન્ય સફાઈ કામદારોમાં કચવાટ પછી ડીએમસી ને આવેદન પાઠવાયુ

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર,૩૦ સપ્ટેમ્બર: જામનગર મહાનગરપાલિકા સફાઈ કામદાર તરીકે કામ કરતા યુનિયન લીડર વિજય બાબરીયા સામે અન્ય સફાઈ કામદારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, આજે જામ્યુકોના પટાંગણમાં સફાઈ કામદારો સૂત્રોચ્ચાર અને બેનરો સાથે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. તેમજ યુનિયન લીડર સામે યોગ્ય પગલાં ભરવા અને તેના બ્રષ્ટાચાર ખુલ્લા પાડવા માગણી કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાના કેટલાક અધિકારી દ્વારા તેને જ વારમાં આવતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. જામ્યુકોના કર્મચારી સફાઈ કામદાર વિજય બાબરીયા કે જે યુનિયન લીડર તરીકે પણ છે, અને સફાઈ કામદાર ની ફરજ દરમિયાન ખોટી હાજરી પુરાવવા માટે તેની સામે ફરિયાદ થયા પછી તેના પુરાવા અપાયા હતા. પરંતુ તેને છાવરવામાં આવ્યા છે, અને તેને સફાઈ કામદાર ના બદલે કારકૂનની જગ્યાએ માં બેસાડી દઇ સફાઈ કામ કરાવાતા નથી.

loading…


અન્ય નાના સફાઈ કામદારો સામે મહાનગરપાલિકા સખત પગલાં લે છે. અને ત્રણ વર્ષ સુધી એના ઇન્ક્રીમેન્ટ પણ રોકી રાખે છે, જ્યારે વિજય બાબરિયા સામે પુરાવાઓ મળ્યા છે, તેમ છતાં તેઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને જામ્યુકોના જ અધિકારીઓ છાવરે છે તેવા આક્ષેપો સાથે આજે ડેપ્યુટી કમિશનર ને અખિલ ભારતીય સફાઈ મજદુર સંઘ કોંગ્રેસ ના સભ્યોએ યોગ્ય પગલાં લેવા માટેની રજૂઆત કરી છે.