Janmashtami celebration at Ambaji

Janmashtami celebration at Ambaji: શોભાયાત્રા સમગ્ર અંબાજી શહેરમાં પરિભ્રમણ કરી માનસરોવર ખાતે રાધાકૃષ્ણ મંદિરે પરિપૂર્ણ કરવામાં આવી

Janmashtami celebration at Ambaji: અંબાજીમાં 40 જેટલા ગોવિંદાઓ દ્વારા 25 થી 30 ફૂટ ઊંચા પિરામિડ બનાવી શહેરની 121 જેટલી દહીં હાંડી ફોડી જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 19 ઓગષ્ટઃ Janmashtami celebration at Ambaji: સતત બે વર્ષ બાદ ફરી એકવાર જન્માષ્ટમી મહોત્સવની જાહો જલાલી યાત્રાધામ અંબાજી ખાતે જોવા મળી છે ને બે વર્ષથી જન્માષ્ટમીના દિવસે કોઈ જ કાર્યક્રમ યોજાતા ન હતા માત્ર એક ફોર્માલીટી પ્રમાણે જ કાર્યક્રમ થતા હતા જ્યારે બે વર્ષ બાદ હવે કોરોના શાંત થતાં રાજ્ય સરકારે જે રીતે છૂટછાટ આપવામાં આવી છે. તેને લઇ યાત્રાધામ અંબાજી ખાતે આજે જન્માષ્ટમીના પાવન પર્વનીધામંધુમથી ઉજવણી કરવામાં આવી હતી

આજે સમગ્ર દેશમાં ભગવાન શ્રી ક્રુષ્ણ નાઅવતરણનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની રાધા કૃષ્ણ મંદિર ની આરતી કરી વિશાળ શોભાયાત્રા નિકાળવામાં આવી હતી.

આ પણ વાંચોઃ lord Krishna janmotsav: અંબાજી મંદિરમાં જન્માષ્ટમી પૂર્વ રાત્રિએ જ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

તેમજ અંબાજીમાં 40 જેટલા ગોવિંદાઓ દ્વારા 25 થી 30 ફૂટ ઊંચા પિરામિડ બનાવી શહેરની 121 જેટલી દહીં હાંડી ફોડી જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી.

જોકે આ શોભાયાત્રા સમગ્ર અંબાજી શહેરમાં પરિભ્રમણ કરી માનસરોવર ખાતે રાધાકૃષ્ણ મંદિરે પરિપૂર્ણ કરવામાં આવશે તેમ જ આ શોભા યાત્રા દરમિયાન સુકામેવાનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો હતો અને ફરી કોરોના જેવી કોઈજ મહામારી દેશ દુનિયામાં ન આવે તેવી પ્રાર્થના કરવામાં આવી છે તેમ સુનિલ અગ્રવાલ ( પ્રમુખ, ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ) અંબાજી એ જણાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ Gadhda temple Pujari death: ગઢડા BAPS મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

Gujarati banner 01