12 year old daughter suicide

Jatin Shah Suicide: અંબાજી નકલી ઘી સપ્લાયના આરોપીએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

Jatin Shah Suicide: દબાણમાં હોવાના કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસ માની રહી

અમદાવાદ, 07 ડિસેમ્બરઃ Jatin Shah Suicide: ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ધીના સપ્લાય મુદ્દે અનેક વિવાદો થયા હતા. ત્યાં પહોંચાડવામાં આવતું ઘી હલકી ગુણવત્તાનું હતું. જે બાબતે અનેક તપાસ થઈ, આ ઘીનો સપ્લાય માધુપુરાના નીલકંઠ ટ્રેડર્સમાંથી થતું હતું. જેના વેપારીએ આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘરે પહોંચીને તપાસ શરૂ કરી હતી. દબાણમાં હોવાના કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે. અમદાવાદના માધુપુરા માર્કેટમાં નીલકંઠ ટ્રેડર્સના નામે પેઢી ધરાવતા 47 વર્ષના જતિન શાહએ આજે સવારે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે.

જતિન તેમના પરિવાર સાથે ઇસનપુર નજીક આવેલા સૈજન્ય સોસાયટીમાં રહેતા હતા. તેમની પત્ની પોતાના રૂમમાં સવારે 10 વાગે તેમને જગાડવા માટે ગઈ ત્યારે તેમણે પોતાના રૂમમાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવની જાણ થતા આસપાસના લોકો ભેગા થવા લાગ્યા હતા અને સ્થાનિક પોલીસને જાણ થતા નારોલ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. બનાવના સ્થળથી કોઈપણ સુસાઇડ નોટ મળી આવી નથી. જતિનભાઈ અંબાજી મંદિરમાં જે ઘી સપ્લાય થતું હતું તેને ઘી પૂરું પાડવાનું કામ કરતા હતા.

અંબાજી મંદિરમાં ઘીના કારણે વિવાદ સર્જાયો હતો અને સમગ્ર તપાસમાં તેમનું નામ ખુલ્યું હતું તેવું પણ જાણવા મળ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો… Startup Conclave 2023: ધર્મેન્દ્ર પ્રધાને સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2023ના રાઉન્ડ ટેબલ ઇવેન્ટમાં હાજરી આપી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો