Banner Puja Patel

Biodata: શું ખરેખર એક બાયોડેટા કાફી છે લગ્ન કરવા માટે?

શું એક બાયોડેટા(Biodata) કાફી છે?

Biodata: હેલ્લો મિત્રો! આજે હું આવી છું આપના બધાંની વચ્ચે એક ટોપિક લઇને કે જેનું શીર્ષક છે: “શું એક બાયોડેટા (Biodata)કાફી છે?”
અમૂક લોકો વિદેશ જવા માટે કાં તો એક એન આર આઈ સાથે લગ્ન કરવા તૈયાર થઈ જશે, અથવા તો અહીંથી જ પરણીને વિદેશ લઈ જનાર પરિવાર સાથે સગપણ નક્કી કરી લેશે, કેમ કે તેઓની મહત્વાકાંક્ષા કદાચ લાગણીઓથી ઉપર છે. પણ શું ખરેખર એક બાયોડેટા કાફી છે લગ્ન કરવા માટે?
જૂના જમાનામાં આપણે ત્યાં લગ્ન થતાં હતાં તે સમય એવો હતો કે બંને પરિવાર સગપણ નક્કી કરી નાંખતા હતાં! વર કન્યાને એકબીજાને ઓળખવાની તો દુર પણ એકબીજાનું મોઢું પણ ન જોયું હોય અને લગ્ન થઈ જતાં હતાં! પછી એક સમય એવો આવ્યો કે પરિવાર સગપણ નકકી કરે અને સાથે સાથે છોકરો છોકરી પણ એકબીજા સાથે થોડોક સમય વાતચીત કરે, લગ્ન માટે સંમતિ દર્શાવે પછી લગ્ન થવા લાગ્યાં! એક સમય એવો પણ આવ્યો કે જેમાં છોકરો અને છોકરી એકબીજાને પસંદ કરી અને બંને પરિવારની સંમતિથી પ્રેમલગ્ન કરવા લાગ્યાં! પરંતુ અમુક તો આશાઓ અને સવાલો પર થોડાં બદલાવ આવવા જોઈએ શું તેવું નથી લાગી રહ્યું?
જ્યારે કોઈ છોકરાનો પરિવાર છોકરીના ઘરે માંગા લઈને જાય ત્યારે અમૂક સામાન્ય સવાલો પૂછવામાં આવે છે જેમ કે શું છોકરીને ઘર કામ આવડે છે?
શું તેને રસોઈ કરતાં આવડે છે?
વગેરે વગેરે….. સવાલો પૂછવા પરકોઈ જ શંકા નથી, પૂછવા જ જોઈએ! કેમ કે એક વ્યક્તિ કે જે બીજા ઘરે વીસ- પચ્ચીસ વર્ષ રહી હોય; તેને પોતાનું સાસરું સાંભળવાનું હોય છે ચાહે તેનાં પ્રેમ લગ્ન થયાં હોય કે ન થયાં હોય! તો તે વ્યક્તિ નવી પરંપરાઓ અને નવાં એક અલગ વાતાવરણમાં ભળી શકશે? શું તે ઘર સંભાળી શકશે? જેવી સામાન્ય ચિંતા કરવી સ્વાભાવિક છે.
પરંતુ અમુક વસ્તુઓ છોકરાને પણ આવડતી ન હોવી જોઈએ? જો દીકરા દીકરી એક સમાન હોય તો ઘરકામની આશા, ઘર સાંભળવાની આશા માત્ર દીકરી પર જ કેમ રાખવામાં આવે છે? જો દીકરા દીકરી બંને કમાઈ શકે તો દીકરો ઘર પણ સંભાળી જ શકે ને? માત્ર એક બાયોડેટા અથવા બંને પરિવાર મળે તો કન્યા પર જ સવાલો થાય તે કેટલું વ્યાજબી છે? જોએક બાયોડેટામાં છોકરીનું વજન, તેની ઊંચાઈ, લંબાઈ, તેની ડિગ્રી, તેનો વર્ણ (દેખાવ), તેનાં કયાં કયાં શોખ છે, તે કઈ નોકરી કરે છે, કેટલું કમાય છે ઉપરાંત તેને ઘર સાંભળતા આવડે છે કે નહીં તે બધી બાબતો સામેલ કરવી જરૂરી હોય છે તો શું આ બધી જ બાબતો એક છોકરાનાં બાયોડેટામાં ન હોવી જોઈએ?
આ સાથે, હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવાં લેખ સાથે ખૂબ જ જલ્દી! ✍🏻પૂજા અનિલકુમાર પટેલ (ચીકી),
આ પણ વાંચો:- Aansu ane Arman: કાશ કે આંસુઓનાં રંગ હોત: પૂજા પટેલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *