Klal

વધુ એક માઠા સમાચારઃ ગુજરાતના જાણીતા જાદુગર સમ્રાટ કે.લાલના પુત્ર જુનિયર કે. લાલ(junior k.lal)નું કોરોનાથી નિધન

junior k.lal

અમદાવાદ, 05 એપ્રિલઃ ગઇ કાલે જ જાણીતા કવિ ગઝલકાર ખલીલ ધનતેજવી અને વાંકાનેરનાં મહારાજા દિગ્વિજયસિંહ ઝાલાના નિધનના સમાચાર આવ્યાં હતા, ત્યાં જ આજે એક વધુ ખરાબ સમાચાર આવ્યાં છે. જુનિયર કે લાલ(junior k.lal)ના નામથી જાણીતા જાદુગર હર્ષદરાય વોરા(junior k.lal)નું નિધન થયું છે. કોરોનાને કારણે જુનિયર કે લાલ(junior k.lal)નુ નિધન થયું છે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, વિશ્વવિખ્યાત કે લાલના સુપુત્ર હતા, અને પિતાના નિધન બાદ તેમણે જાદુગરીનો વારસો આગળ વધાર્યો હતો. કે લાલ જુનિયરે(junior k.lal) પોતાના પિતાના રસ્તે જાદુગરીના વ્યવસાયને અપનાવ્યો હતો. તેના પિતા કે લાલ મહાન જાદુગર હતા. જેમની પાસેથી તેમણે જાદુની કળા શીખી હતી. જુનિયર કે લાલે(junior k.lal) દેશવિદેશમાં જાદુના શો બતાવ્યા હતા. તેમણે માત્ર 22 વર્ષની ઉંમરે શો કરીને પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી.

ADVT Dental Titanium

જુનિયર કે.લાલના અંગત જીવનની વાત કરીએ તો, જુનિયર કે. લાલ(junior k.lal)ને તેમના માતાપિતા જાદુના ક્ષેત્રમાં લાવવા માંગતા ન હતા. બહુ ઓછા લોકોને ખબર હશે કે, જુનિયર કે.લાલ(junior k.lal) જાદુની દુનિયામાં પિતાની મદદ વગર જ કોઇને ખબર ન પડે તે રીતે આવ્યા હતા.લાલ પરિવાર મૂળ ગુજરાતના અમરેલી જિલ્લાનો રહેવાસી હતો. પરંતુ જાદુગર કે લાલે(junior k.lal) પોતાના જીવનનો મોટો સમયે કોલકાત્તામાં જ વિતાવ્યો હતો. વર્ષ 1990માં તેઓ પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં પરત ફર્યા હતા. પિતા-પુત્રની જોડીએ જાદુના માધ્યમથી લોકોનું મનોરંજન કર્યું હતું. જોકે, હસુભાઈના નામથી ઓળખતા હર્ષદરાય વોરાના બંને પુત્રોએ જાદુગરીનો વારસો આગળ ધપાવ્યો ન હતો. તેમના બંને પુત્રો નીલ અને પ્રેયસ બંને એન્જિનિયરિંગ વ્યવસાયમાં છે. પરંતુ તેમના પૌત્ર વિહાને થોડા વર્ષો પહેલા જાદુગરીના વ્યવસાયમાં આવવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો….

મેષ રાશિના જાતકોએ પિતા કે ભાઇનું ગાઇડન્સ લઇને કાર્ય કરવું, આવો જાણીએ ટેરોકાર્ડ(Tarotcard) દ્વારા અન્ય રાશિનું ભવિષ્ય