Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસ એક્શનમાં, સીનિયર નેતાઓને મળી મોટી જવાબદારી

Lok Sabha Election 2024: સીનિયર નેતાઓ જિલ્લાનો પ્રવાસ કરીને પ્રદેશ પ્રમુખને સંપૂર્ણ માહિતીનો રિપોર્ટ સોંપશે

અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે પણ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. પ્રભારીએ દિગ્ગજ નેતાઓ સાથે બેઠક યોજી હતી. તો બીજી તરફ આ બેઠક બાદ તમામ નેતાઓની જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીએ પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. આ ચૂંટણીમાં કોંગ્રેસ બીજેપીને તમામ મોરચે પડકારવા માટે આકરી રણનીતિ તૈયાર કરી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને જિલ્લાવાર જવાબદારીઓ સોંપાઈ છે. સિનિયર નેતાઓ જિલ્લાનો પ્રવાસ કરીને પ્રદેશ પ્રમુખને સંપૂર્ણ માહિતીનો રિપોર્ટ સોંપશે.

રાજ્યના તમામ જિલ્લાઓની સ્થાનિક પરિસ્થિતિ, સંગઠનની અસરકારકતા, ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન સહિતના વિવિધ કાર્યક્રમો અંગે બેઠકો યોજાશે. સ્થાનિક આગેવાનો સાથે લોકસભાની ચૂંટણી પ્રક્રિયા, સંગઠન, સામાજીક સમીકરણો અને સ્થાનિક પ્રશ્નો બાબતે ચર્ચા કરી મહત્ત્વનો અહેવાલ તૈયાર કરાશે, આ અહેવાલ તૈયાર કરીને સોંપવામાં આવશે.

આ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી…

  • શક્તિસિંહ ગોહિલને છોટા ઉદેપુર અને ભરૂચ જિલ્લાની જવાબદારી
  • જગદીશ ઠાકોરને પૂર્વ-પશ્ચિમ અમદાવાદ, સાબરકાંઠાની જવાબદારી
  • સિદ્ધાર્થ પટેલને ખેડા, આણંદ અને મહેસાણાની જવાબદારી
  • અર્જૂન મોઢવાડિયાને બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને કચ્છની જવાબદારી
  • ભરતસિંહ સોલંકીને પંચમહાલ, સુરત, વડોદરા અને નવસારીની જવાબદારી
  • અમિત ચાવડાને ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી
  • પરેશ ધાનાણીને ગાંધીનગર, પાટણ, પોરબંદર, જામનગરની જવાબદારી
  • સુખરામ રાઠવાને દાહોદ, બારડોલી, વલસાડ જિલ્લાની જવાબદારી

આ પણ વાંચો… India’s 1st Hydrogen Fuel Cell Bus: કેન્દ્રીય મંત્રીએ દેશની પ્રથમ હાઈડ્રોજન બસને બતાવી લીલી ઝંડી, જાણો શું છે વિશેષતા…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો