Indias First Hydrogen Bus

India’s 1st Hydrogen Fuel Cell Bus: કેન્દ્રીય મંત્રીએ દેશની પ્રથમ હાઈડ્રોજન બસને બતાવી લીલી ઝંડી, જાણો શું છે વિશેષતા…

India’s 1st Hydrogen Fuel Cell Bus: હરદીપ સિંહ પુરીએ દેશની રાજધાની દિલ્હીમાં દેશની પ્રથમ હાઇડ્રૉજન સંચાલિત બસને લીલી ઝંડી બતાવીને સ્વચ્છ પર્યાવરણ તરફ એક પગલું ભર્યું

નવી દિલ્હી, 25 સપ્ટેમ્બરઃ India’s 1st Hydrogen Fuel Cell Bus: દેશમાં એક નવી ક્રાંતિની શરૂઆત થઇ છે. આજે દેશની પહેલી ‘હવા-પાણી’થી દોડનારી બસની શરૂઆત થઇ છે. કેન્દ્ર સરકારમાં પેટ્રૉલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ દેશની રાજધાની દિલ્હીમાં દેશની પ્રથમ હાઇડ્રૉજન સંચાલિત બસને લીલી ઝંડી બતાવીને સ્વચ્છ પર્યાવરણ તરફ એક પગલું ભર્યું છે, હવે આની અસર આગામી દિવસોમાં જોવા મળી શકે છે.

એકબાજુ દરરોજ નવી-નવી ટેક્નોલૉજીઓ જોવા મળી રહી છે, તો બીજીબાજુ લગભગ સમગ્ર વિશ્વ ગંભીર પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે. જેના કારણે વિવિધ દેશોની સરકારો આ માટે પ્રયાસો કરી રહી છે. તેનાથી છુટકારો મેળવવા માટે ભારત ગ્રાહકોને ઝડપથી ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે પણ પ્રેરિત કરી રહ્યું છે. જેના કારણે આજે ભારતમાં પ્રથમ હાઇડ્રૉજન બસ લૉન્ચ કરવામાં આવી હતી અને એક નવો રેકોર્ડ ઉમેરાયો હતો. જેની હકારાત્મક અસર ભવિષ્યમાં જોવા મળી શકે છે.

પ્રદુષણ ઘટાડવા ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે પણ પ્રેરિત કરી રહી છે સરકાર

આગામી બે દાયકામાં ભારત વિશ્વની ઊર્જાની 25% માંગ ધરાવતો દેશ હશે.

ભારત ભવિષ્યમાં ગ્રીન હાઇડ્રોજન નિકાસમાં ચેમ્પિયન બનશે

વૈશ્વિક હાઇડ્રોજનની માંગ 2050 સુધીમાં 4-7 ગણી એટલે કે 500-800 મેટ્રિક ટન વધવાની ધારણા છે.

તે જ સમયે, સ્થાનિક ગ્રીન હાઇડ્રોજનની માંગ 2050 સુધીમાં 4 ગણી વધવાની ધારણા છે, એટલે કે 25-28 મેટ્રિક ટન.

એક તરફ દરરોજ નવી-નવી ટેક્નોલોજીઓ જોવા મળી રહી છે, તો બીજી તરફ લગભગ સમગ્ર વિશ્વ ગંભીર પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે.

જેના કારણે વિવિધ દેશોની સરકારો આ માટે પ્રયાસો કરી રહી છે. તેનાથી છુટકારો મેળવવા માટે ભારત ગ્રાહકોને ઝડપથી ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે પણ પ્રેરિત કરી રહ્યું છે. જેના કારણે આજે ભારતમાં પ્રથમ હાઇડ્રોજન બસ લોન્ચ કરવામાં આવી હતી અને એક નવો રેકોર્ડ ઉમેરાયો હતો. જેની હકારાત્મક અસર ભવિષ્યમાં જોવા મળી શકે છે.

આ પણ વાંચો… Jamnagar-Ahmedabad Vande Bharat Train: અમદાવાદથી જામનગર રૂટમાં દોડશે વંદે ભારત ટ્રેન, જાણો ટ્રેનનો સંપુર્ણ સમયપત્રક…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો