Mauritius PM welcome at jamnagar airport

Mauritius PM welcome: આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે જામનગર એરપોર્ટ સ્ટેશન ખાતે મોરેશિયસ ના વડાપ્રધાનને આવકાર્યા

Mauritius PM welcome: સોરઠની ઝાંખી કરાવતો ભવ્ય રોડ શો માણતા વડાપ્રધાન

જામનગર, 19 એપ્રિલ: Mauritius PM welcome: જામનગર ખાતે આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે આ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન પણ ખાસ જોડાવા જઈ રહ્યા છે. મોરેશિયસના વડાપ્રધાન એરફોર્સ સ્ટેશન ખાતે પધારતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.

Mauritius PM welcome

Mauritius PM welcome: આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી તેમની સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મોરેશિયસના વડાપ્રધાન પ્રવીન્દ એરપોર્ટથી બહાર નીકળતા તેમના અભિવાદન માટે ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાતીગળ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવાઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી આપણી સંસ્કૃતિના દર્શન તેમને કરાવ્યા હતા.

પ્રધાનમંત્રીનું ઠેર ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરતા વિવિધ સ્ટોલ સાથે દુહા-છંદ અને દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત તેમનું ડેલિગેશન પણ આ અદકેરા સ્વાગતથી ભાવવિભોર બની ગયું હતું.

આ પણ વાંચો..The world’s first Traditional Medicine Center: WHO ના વડા ડૉ.ટેડ્રોસ અધનોમ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા જામનગર આવી પહોંચ્યા

Gujarati banner 01