Traditional Medicine Center WHO rishikesh patel welcome

The world’s first Traditional Medicine Center: WHO ના વડા ડૉ.ટેડ્રોસ અધનોમ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા જામનગર આવી પહોંચ્યા

The world’s first Traditional Medicine Center: વિશ્વના પ્રથમ ‘ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર’ ના શિલાન્યાસ પ્રસંગે WHO ના વડા ડૉ.ટેડ્રોસ અધનોમ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા

  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્ર મુંજપરા સહિતના મહાનુભાવોએ ભવ્યાતી ભવ્ય સ્વાગત કર્યું

જામનગર, 19 એપ્રિલ: The world’s first Traditional Medicine Center: જામનગર ખાતે આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે આ પ્રસંગે WHO ના વડા ડૉ.ટેડ્રોસ અધનોમ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા પણ ખાસ જોડાવા જઈ રહ્યા છે.

WHO ના વડા ડૉ.ટેડ્રોસ અધનોમ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા એરફોર્સ સ્ટેશન ખાતે પધારતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી તેમની સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

The world's first Traditional Medicine Center

The world’s first Traditional Medicine Center: એરપોર્ટથી બહાર નીકળતા તેમના અભિવાદન માટે ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાતીગળ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવાઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી આપણી સંસ્કૃતિના દર્શન તેમને કરાવ્યા હતા. પ્રધાનમંત્રીનું ઠેર ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરતા વિવિધ સ્ટોલ સાથે દુહા-છંદ અને દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા.

ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્ર મુંજપરા સહિત તેમનું ડેલિગેશન પણ આ અદકેરા સ્વાગતથી ભાવવિભોર બની ગયું હતું.

આ પણ વાંચો..Inauguration of banas dairy: વડાપ્રધાન મોદીના હસ્તે બનાસકાંઠામાં બનાસ ડેરી સંકુલનુ લોકાર્પણ- જુઓ તસ્વીર

Gujarati banner 01