Jaysukh Patel

Morbi bridge case update: મોરબી પુલ દુર્ઘટનામાં ભાગેડુ આરોપી જયસુખ પટેલે સરેન્ડર કર્યું

Morbi bridge case update: ચાર્જશીટમાં 10માં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દાખલ થયું હતું

અમદાવાદ, 31 જાન્યુઆરી: Morbi bridge case update: મોરબી પુલ દુર્ઘટનાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ મામલામાં ભાગેડુ આરોપી જાહેર જયસુખ પટેલે મંગળવાર બપોરે ભાગેડુ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. મોરબી પુલ દુર્ઘટના મામલામાં 27મી જાન્યુઆરીએ કુલ 1262 પાનાની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરાઇ હતી. જે બાદથી જ શક્યતા સેવાઇ રહી હતી કે, ગમે તે સમયે જયસુખ પટેલ સરેન્ડર કરી શકે છે.

અત્યાર સુધીમાં કેસમાં 9 આરોપીઓ પકડાયા છે, જ્યારે 10માં આરોપી તરીકે ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલનું નામ દાખલ થયું હતું. જે બાદ આજે 31મી જાન્યુઆરીએ જયસુખ પટેલ મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યું છે. તાજેતરમાં હાઇકોર્ટમાં ઓરેવા ગ્રુપ તરફથી વળતર આપવાની વાત રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં જયસુખ પટેલે આગોતરા જામીન અરજી કરી હતી. જયસુખ પટેલની અરજી પર 1 ફેબ્રુઆરીએ નિર્ણય આવવાનો હતો.

ઉલ્લેખનીય છે કે, ગત 30 ઓક્ટોબરના રોજ ઝૂલતા પુલ તૂટી પડવાની ગોઝારી ઘટના બની હતી ત્યાર બાદ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તેમજ સમગ્ર વિશ્વના ખૂણે ખૂણેથી લોકો મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યાં હતા. જેમાં ભારત દેશના વડાપ્રધાન તેમજ ગૃહમંત્રી ત્યાં સુધી કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. કેમ કે, તેઓની માનવતાના ધોરણે ફરજ હતી જે તેમને નિભાવી હતી.

આ પણ વાંચો: Life sentence for asaram: રેપ કેસમાં આરોપી આસારામને આજીવન કેદની સજા, વાંચો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો