Vikas Sahay

Vikas Sahay in-charge DGP: ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી બન્યા વિકાસ સહાય…

Vikas Sahay in-charge DGP: આજે ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો

ગાંધીનગર, 31 જાન્યુઆરી: Vikas Sahay in-charge DGP: IPS અધિકારી વિકાસ સહાયની ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે નિમણૂંક કરવામાં આવી છે. વર્તમાન DGP આશિષ ભાટિયા આજે નિવૃત્ત થઈ રહ્યા છે જેમનું સ્થાન હવે વિકાસ સહાય સંભાળશે.

ઉલ્લેખનીય છે કે, DGPના હોદ્દા પર આશિષ ભાટિયાના અનુગામીની નિમણૂંક માટે અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સુરતના પોલીસ કમિશનર અજય તોમરના નામોની પણ ચર્ચા થઈ હતી.

જેમાં આખરે વિકાસ સહાયના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે, જેમના નામની ગમેત્યારે સત્તાવાર જાહેરાત થશે. ઉલ્લેખનીય છે કે, વિકાસ સહાય કાયમી નહીં પરંતુ ઈન્ચાર્જ DGP તરીકે કાર્યરત રહેશે.

Advertisement

આ પણ વાંચો: Morbi bridge case update: મોરબી પુલ દુર્ઘટનામાં ભાગેડુ આરોપી જયસુખ પટેલે સરેન્ડર કર્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો