accident 1

Morbi road accident: ટેમ્પો અને ખાનગી બસ વચ્ચે નડ્યો અકસ્માત; 2ના મોત, વાંચો…

Morbi road accident: મોરબીના કેરાળા નજીક મોગલ ધામ જતા પરિવારને નડ્યો અકસ્માત

અમદાવાદ, 27 ઓક્ટોબર: Morbi road accident: રાજ્યમાં અકસ્માતના આંકડો રોજ બરોજ વધતો જાય છે. વાહન ચાલકો ટ્રાફિકના નિયમો નેવે મુકી વાહન હંકારતા હોય તેમ અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. અકસ્માતની વધુ અક દુર્ઘટના સામે આવી છે. મોરબીના હરીપર કેરાળા પાસે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બે લોકોના મોતના સમાચાર પણ મળી રહ્યાં છે. તેમજ સાતથી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

મોરબીના હરીપર કેરાળા પાસે ટેમ્પો અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જે અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં તેમજ સાતથી વધુ લોકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. જે અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ટેમ્પો અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે પીઠડીયા ગામથી મોગલ ધામ જતા પરિવારને અકસ્માત નડ્યો છે જેમાં બે લોકોના મોત થયા છે તેમજ સાતથી વધુ લોકો સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. હરીપર કેરાળા પાસે ગમખ્વાર અકસ્માતા પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો: Graduation ceremony: લાભપાંચમે આઈ.આઈ.ટી.ઈ. નો પાંચમો અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાશે

Gujarati banner 01