Jamnagar BJP

SENS process started at BJP office: જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી

SENS process started at BJP office: સમગ્ર રાજ્યમાં 182 બેઠકો માટે અલગ અલગ નિરીક્ષકો દ્વારા કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પાસે ઉમેદવારોની સેન્સ લેવામાં આવશે

રિપોર્ટ: જગત રાવલ

જામનગર, 27 ઓક્ટોબર: SENS process started at BJP office: ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને સંભવિત દાવેદારો માટે વિધાનસભા બેઠક વાઇસ સેન્સ પ્રક્રિયાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં 182 બેઠકો માટે અલગ અલગ નિરીક્ષકો દ્વારા કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પાસે ઉમેદવારોની સેન્સ લેવામાં આવશે જે હેઠળ આજે જામનગરમાં પણ જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

Jamnagar BJP 1

જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી શહેર કાર્યાલય ખાતે ત્રણ નિરીક્ષકોનું આજરોજ આગમન થયું હતું જેમાં જયદ્રથ સિંહ પરમાર, પ્રવીણભાઈ વાંઝા, અને મધુબેન પટેલ દ્વારા જામનગરમાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને સાંભળવામાં આવ્યા હતા.

આ ત્રણ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા દરમિયાન જામનગરની વિધાનસભા 78 તેમજ વિધાનસભા 79 માટે દાવેદારી કરનાર ઉમેદવારો અંગે કાર્યકર્તાઓ પાસેથી મત મેળવવામાં આવશે અને તેઓની લાગણી જાણવામાં આવશે ત્યારબાદ તેઓ આ રિપોર્ટ પાર્લામેન્ટ્રી બોર્ડમાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: Morbi road accident: ટેમ્પો અને ખાનગી બસ વચ્ચે નડ્યો અકસ્માત; 2ના મોત, વાંચો…

Gujarati banner 01