Narmada Collector

નર્મદા કલેક્ટરે (Narmada Collector) તાલીમ માંથી. પરત આવી પ્રથમ કામ કોરોના વેકસીન લેવાનું કર્યું

Narmada Collector

નર્મદા કલેક્ટરે (Narmada Collector) તાલીમ માંથી. પરત આવી પ્રથમ કામ કોરોના વેકસીન લેવાનું કર્યું મસૂરી ખાતે તાલીમ માં હોવાથી ફ્રન્ટ વોરિયર તરીકે વેક્સીન લેવાની બાકી હતી

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૧૫ ફેબ્રુઆરી:
નર્મદા કલેકટર બી એ. શાહે આજે મસુરી ખાતેથી તાલીમ લઇ પરત આવી સૌપ્રથમ કામ કોરોના વેકસીન લેવાનું કર્યું. હતું.

પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા કલેક્ટર. બી એ શાહ ને નર્મદા કલેક્ટર તરીકે નો હવાલો સંભાળ્યા બાદ સરકારે મસૂરી ખાતે તાલીમ માં મોકલ્યા હતા જ્યાંથી પરત આવી આજે સૌ પ્રથમ કામ તેમણે રાજપીપલા કોવિડ હોસ્પિટલ પહોંચી કોરોના વેકસીન લેવાનું કર્યું હતું. કલેક્ટર ના જણાવ્યા મુજબ ફ્રન્ટ વોરિયર તરીકે તેઓ ને પ્રથમ રસી લેવાની હતી પરંતુ તાલીમ ને કારણે લઇ શક્યા નહતા વધુ માં જણાવ્યું કે ભારત સરકાર તરફ થી અપાતી આ વેકસીન સંપૂર્ણ સલામત છે.

Whatsapp Join Banner Eng

અને તે અંગે ની કોઈ અફવા પર ધ્યાન આપવું નહિ ઉપરાંત માસ્ક પહેરવા અને ડિસ્ટન્સ જાળવવા લોકો ને અનુરોધ કર્યો હતો કલેક્ટરે આરોગ્ય તંત્ર પાસે થી વેક્સીન કામગીરી ની માહિતી મેળવી તેની સમીક્ષા કરી હતી નર્મદા જિલ્લા માં આજદિન સુધી 9649 વ્યક્તિઓ એ કોરોનાવેક્સીન લીધી છે અને એંસી ટકા કામગીરી પૂર્ણ થઇ છે કલેક્ટરે ફરજ પર પરત આવી સીધા રસી લેવા જવા નું કામ કર્યું તેની જિલ્લા તંત્ર માં પ્રશંશા થઇ રહી છે તેનાથી સમાજ માં પણ સારો મેસેજ.જાય છે.

Narmada Collector

આ પણ વાંચો…Sweta tiwari Photos: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ શેર કર્યા સ્વિમિંગ કરતા ફોટો, ફેન્સ કરી રહ્યા છે પસંદ