Dipika 1

દીપિકા પાદુકોણ સાથે 26 સપ્ટેંબરે NCB કરશે પૂછપરછ, જાણો કેવી રીતે વધી દીપિકાની મુશ્કેલીઓ?

અહેવાલ: હેમાલી ભટ્ટ

૨૪ સપ્ટેમ્બર: ડ્રગ્સ કેસની તપાસના મામલામાં એનસીબીની ટીમ 26 સપ્ટેંબરે દીપિકા પાદુકોણ સાથે પૂછપરછ કરશે.દીપિકા અને પતિ રણવીર સિંહ ગોવાથી ચાર્ટર ફ્લાઈટમાં ગોવાથી મુંબઈ પહોંચ્યા.અગાઉ દીપિકાને 25 સપ્ટેંબરે એનસીબી સમક્ષ હાજર થવાનું હતું.પરંતુ દીપિકાએ એક દિવસનું એક્ટેંશન માગ્યું.હવે દીપિકા 26મીએ હાજરી પૂરાવશે. એનસીબીએ દીપિકા માટે સવાલોનું લાંબુ લિસ્ટ તૈયાર કર્યુ છે.અને તમામ સવાલોનો જવાબ કેવી રીતે આપવો તે માટે દીપિકા સતત પોતાની લીગલ ટીમનું માર્ગદર્શન લઈ રહી છે.

loading…

દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશને પણ એનસીબીએ 25 સપ્ટેંબરનું સમન મોકલ્યુ હતું. પરંતુ તબિયત ખરાબ હોવાનું કારણ આપીને કરિશ્માએ પણ એક દિવસનું એક્સટેંશન માગ્યું.ડ્રગ્સ કેસમાં દીપિકાનું નામ સામે આવતા તેના ચાહકો માટે આઘાતજનક સમાચાર છે. ક્વાન કંપનીની મેનેજર કરિશ્મા સાથે દીપિકાનું ડ્રગ્સ ચેટ સામે આવ્યું હતું. આ ચેટમાં દીપિકાએ કરિશ્માને સવાલ કર્યો હતો કે ‘માલ હૈ ક્યા?વીડ નહીં હેઝ ચાહિયે…જેવા સંવાદો કર્યા હતા