Mild symptoms of omicron can also cause long covid

Omicron variant first case in vadodara: વડોદરામાં કોરોના ઓમિક્રોન વેરિયન્ટના BA.5 નો પ્રથમ કેસ નોંધાયો- વાંચો વિગત

Omicron variant first case in vadodara: વડોદરામાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના પેટા પ્રકાર BA.5નો પ્રથમ એક કેસ નોંધાયો છે. જો કે રાહતની વાત એ છે કે દર્દી સાજો થઇને સાઉથ આફ્રિકા પરત ફરી ચુક્યો છે.

વડોદરા, 24 મેઃ Omicron variant first case in vadodara: કોરોનાની ત્રીજી લહેરે પર વિદાય લીધી છે. પરંતુ હજુ તેના નવા વેરિયન્ટ ક્યાંકને ક્યાંક દેખા દઇ રહ્યા છે. ત્યારે ગત 1 મે ના રોજ સાઉથ આફ્રિકાથી વડોદરા આવેલ 29 વર્ષના યુવકને કોરોનાના લક્ષણો જણાતા રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેથી તેને ક્વોરન્ટિન કરવામાં આવ્યો હતો અને 9 મે ના રોજ તેનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી થોડા દિવસ બાદ તે સાઉથ આફ્રિકા પરત પણ ફર્યો હતો

કોરોના પોઝિટિવ યુવકના સેમ્પલને વધુ તપાસ માટે ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. જેના જિનોમ સિક્વન્સિંગમાં યુવક ઓમિક્રોન BA.5 પેટા પ્રકારથી સંક્રમિત થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ સેમ્પલને વધુ તપાસ માટે હૈદરાબાદ ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકાના યુવકના સંપર્કમાં આવેલા કોઇને પણ કોરોનાના લક્ષણો જણાયા નથી. સંક્રમિત યુવકને પણ તાવ, ઠંડી લાગવી, ખાસી, શરદી જેવા લક્ષણો જવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ Started to rain in Gujarat: ગુજરાતના આ વિસ્તારમાં વરસાદ પડ્યો, થોડા સમય માટે લોકોને મળી ગરમીથી રાહત

આ પણ વાંચોઃ Daya Bhabhi will be seen again on TMKOC: ફરી વાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળશે દયાભાભી, પ્રોડ્યુસર અસિત મોદીએ કન્ફર્મ કર્યું

Gujarati banner 01