Rain pic

Started to rain in Gujarat: ગુજરાતના આ વિસ્તારમાં વરસાદ પડ્યો, થોડા સમય માટે લોકોને મળી ગરમીથી રાહત

Started to rain in Gujarat: આજે વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

વલસાડ, 24 મેઃ Started to rain in Gujarat: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે, તેની સાથે પવન પણ ફૂંકાઇ રહ્યો છે. હવામાન વિભાગ મુજબ કેટલાક વિસ્તારમાં વરસાદના એંધાણ હતા. તો કેટલાકમાં બાફ અને ગરમી યથાવત હતી. આજે વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આકાશમાં કાળાં ડિબાંગ વાદળો અને ધોધમાર વરસાદને પગલે લોકોને આંશિક રાહત મળી છે. જોકે આ પ્રી-મોન્સૂન એક્ટિવિટીને પગલે જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિ સતાવી રહી છે. ત્યારે ધોધમાર વરસાદને લઈને શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું.

વહેલી સવારે નોકરી-ધંધા પર નીકળેલા લોકો પણ અચાનક વરસાદ પડતાં ભીંજાયા હતા. ત્યારે નોંધનીય છે કે આજરોજ સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઇ રહ્યો છે.

આ પણ વાંચોઃ Daya Bhabhi will be seen again on TMKOC: ફરી વાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળશે દયાભાભી, પ્રોડ્યુસર અસિત મોદીએ કન્ફર્મ કર્યું

આ પણ વાંચોઃ Hair Care Tips: વાળના મૂળમાં દુખાવો થાય છે? તો આ ઉપાયો અપનાવો, તમને રાહત મળશે

Gujarati banner 01