Oriental Insurance Company

Oriental Insurance Company: ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રથમ કોર્પોરેટ બિઝનેસ ઓફિસ કાર્યરત

Oriental Insurance Company: આ ઓફિસ ગુજરાત અને રાજસ્થાનનના કોર્પોરેટ ગ્રોહકો કે જેમના પ્રિમીયમ ઉંચા છે તેમને સેવા આપશે

અમદાવાદ, 25 ઓગસ્ટઃ Oriental Insurance Company: ભારત સરકારની જનરલ ઇન્શ્યોરન્સ કંપની ધ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં પ્રથમ કોર્પોરેટ બિઝનેસ ઓફિસ, સીબીઓ સ્થાપિત કરવામાં આવી છે. આ ઓફિસ અમદાવાદમાં સીજી રોડ પર છે, જે ગુજરાત અને રાજસ્થાનના કોર્પોરેટ ગ્રાહકોને સેવા આપશે.

આ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક આર આર સિંહ અને મહાપ્રબંધક રેખા સોલંકી દ્વારા તારીખ 25મી ઓગસ્ટે કરવામાં આવશે. આ કાર્યાલય, કાર્યાલયના મુખ્ય ક્ષેત્રીય પ્રબંધક સુરજ પરિહાર છે. જેમને વીમા ક્ષેત્રનો વ્યાપક અનુભવ છે તેઓ સંભાળશે.

ધ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા સ્થાપવામાં આવેલ કોર્પોરેટ બિઝનેસ ઓફિસ કે જે કોર્પોરેટને સેવા આપશે, જે કોર્પોરેટ કલાયન્ટ ના રૂપિયા ત્રણ કરોડથી વધુના પ્રીમિયમ હોય તેવાને એક છત નીચે પોલીસી દસ્તાવેજ પ્રદાન કરવાથી માંડીને, દાવા ની પતાવટ અને અન્ય સેવાઓ સીધી મળે તે માટે અને આ ખાસ ત્વરિત સેવા મળી રહે તે માટે કાર્યાલયને ઊભું કરાવ્યું છે. ગુજરાતમાં કાર્યરત તમામ વીમા કંપનીઓમાં ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સે આ પ્રકારની પ્રથમ પહેલ કરી છે

આ પણ વાંચો… Trains Affected Update: રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર, જાણો વિસ્તારે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો