Kalayug ni Sravana Bhakti: કળયુગની શ્રવણ ભક્તિ

ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહિં.(Kalayug ni Sravana Bhakti)

હમણાં એક વડીલ મિત્રને(Kalayug ni Sravana Bhakti) ત્યાં મળવા જવાનું થયું તો મેં ફોન કર્યો ,તો ફોનમાં “ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહિં.”આ કોલર ટ્યુન વાગી એમને ફોન ઉપાડ્યો મેં કહ્યું “કે કાકા આ બાજુથી નીકળ્યો છું તો આવુ છું તમારા ઘરે. મારી વાત સાંભળી કાકા એ મને કહ્યું” હા ભાઈ પધારો મારા ઘરે.”

ફોન મૂકી સીધો હું એમને ઘરે પહોંચ્યો સોફામાં પર બેઠો કે દિવાલ પર નજર ગઈ તો એમના સ્વર્ગસ્થ માતા પિતાનો સરસ ફ્રેમમાં ફોટો ટીંગાળેલો હતો. એમના ઘરના મંદિર તરફ નજર ગઈ તો ત્યાં પણ એમના માતા પિતાનો ફોટો જોયો.

Samudra manthan: સમુદ્રમંથન વખતે ક્ષીર સાગરમાંથી આસો વદ અમાસનાં દિવસે મા લક્ષ્મી પ્રગટ થયા હોવાનું મનાય છે

આ જોઈ હું મારા વડીલ મિત્રને કહું એ પહેલા એમનો મોબાઈલ મારી બાજુમાં પડેલો એમાં મેસેજ આવ્યો તો નજર ગઈ મારી તો એમની મોબાઈલ સ્ક્રીન પર પણ એમના માતા પિતાનો ફોટો, કોલર ટ્યુન, દિવાલ, મંદિર અને મોબાઈલ બધે મા બાપનો ફોટો જોઈ મને એમના પ્રત્યે એક સમ્માનભરી લાગણી જાગી. આંખમાં હરખના આંસુ આવી ગયા મેં ગળગળા સ્વરે કહ્યું”

કાકા આટલો બધો માતા પિતા પ્રત્યે તમારો પ્રેમ આદર જોઈ મને ખૂબ આનંદ થયો અને તમારી પ્રત્યે સમ્માનની લાગણી ઉદ્દભવી, નમન છે તમને તમારા માતૃપિતૃ ભાવને. હું હજુ બીજું આગળ બોલું એ પહેલા તો વડીલે મને કહ્યું” ભાઈ મા બાપને જોડે રાખવા જ પડે એમ છે કેમ કે મને અમારા જ્યોતિષે કહ્યું છે કે તમને પિતૃઓ નડે છે.” આટલું સાંભળતા જ મારી આંખના આસું અને એમના પ્રત્યેની સમ્માનની લાગણી એક આક્રોશ સાથે થંભી ગઈ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *