Crime

Person teased woman attacked the youth: મહિલાની છેડતી કરનાર શખ્સએ યુવક ઉપર કર્યો જીવલેણ હુમલો, વાંચો સમગ્ર મામલો…

Person teased woman attacked the youth: શખ્સે યુવકની પીઠમાં લોખંડનો સળિયો ભોકી દેતા સારવાર હેઠળ

અમદાવાદ, 22 ડિસેમ્બર: Person teased woman attacked the youth: શહેરના સરદારનગર વિસ્તારના કુબેરનગર મન રોયલ ફ્લેટમાં રહેતી મહિલાની છેડતી કરનાર શખ્સે તેના ભાઈની પીઠ પાછળ લોખંડનો સળિયો ભોકી જીવલેણ હુમલો કરતા સાત જણાની વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. હાલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

કુબેરનગરમાં રહેતા ચિંતન શિવકુમાર ઇન્દ્રેકર ઉ.વ.24નાઓની બહેન કશીશની જેટલા લોકો છેડતી કરતા હતા. તેની બેન ચિંતનને ફોન કરી બોલાવતા વિવેકાન્ત ઉર્ફે લલ્લુ હુરસિંહનાએ લોખંડનો સળિયો પીઠ પાછળ ભોકી દઈ તુષાર ઇન્દ્રેકરે સોનાની ચેન ખેંચી લેતા આયુષ મચરેકર, નિર્મિત મચરેકર, પારસ બજરંગે, શનિ બજરંગે અને ઉદય માછરેકર સામે સરદારનગર પોલિસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવની વિગત એવી છે કે, ગઈ તા 20મી ડિસેમ્બરે બપોરના સમયે ફરિયાદીની બેન ઘરે એકલી હતી ત્યારે જૂની અદાવત રાખી છેડતી કરતા તેની બેને ફરિયાદી ને ફોન કરી બોલાવ્યા હતા. તે આવતા જ વિવેકાંતે ચિંતનની છાતીના પાછળના ભાગે લોખંડનો સળિયો ભોકી દીધો હતો.તેની સોનાની ચેન પણ તુષારે ઝૂંટવી લીધી હતી. તેને બચવા તેમનો ભાઈ વચ્ચે પડતા તેને આયુષ્ય મોઢા પર પથ્થર મારી બેહોશ કરી ભાગી ગયા હતા.

આ પણ વાંચો: Mansukh mandaviya letter to rahul gandhi: કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર, કહ્યું- દેશના હિતમાં…

Gujarati banner 01