Special investigation by the ambaji police: છાપરી ચેકપોસ્ટ ઉપર અંબાજી પોલીસ દ્વારા ખાસ તપાસ ઝુંમ્બેશ હાથ ધરવામાં આવી…
Special investigation by the ambaji police: ગુજરાત રાજસ્થાનની આંતરરાજ્ય સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર અંબાજી પોલીસ દ્વારા ખાસ તપાસ ઝુંમ્બેશ હાથ ધરવામાં આવી
અંબાજી, 22 ડિસેમ્બર: Special investigation by the ambaji police: 2022 નો છેલ્લો દિવસ એટલે કે 31st…….આ દિવસ ને એટલે કે રાત્રીના 12 કલાકે વર્ષ બદલતું હોય છે જેને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે ને સાથે ઉજવણી ના ભાગ રૂપે પાર્ટી નું આયોજન કરી વર્ષ ની અંતિમ રાત્રી ને નવા વર્ષના આગમન ને માણતા હોય છે.
ત્યારે લોકો વિવિધ પ્રકારની પાર્ટીઓનુ આયોજન કરી ઉત્સાહ મનાવતા હોય છે ને આવી પાર્ટીઓ માં કોઈ પણ પ્રકારના માદક દ્વવ્યોની હેરાફેરીની સંભવનાઓને લઈ બનાસકાંઠા પોલીસ સતર્ક બની છે ને હાલ અંબાજી નજીક આવેલી ગુજરાત રાજસ્થાનની આંતરરાજ્ય સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર અંબાજી પોલીસ દ્વારા ખાસ તપાસ ઝુંમ્બેશ હાથ ધરવામાં આવી છે ને રાજસ્થાન તરફ થી ગુજરાત માં પ્રવેશતા નાના મોટા અનેક શંકાસ્પદ વાહનોની પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે.
જેથી કરીને ભાંગ ફોડિયા પ્રવૃત્તિ માટેની સાધન સામગ્રી કે માદક દ્રવ્યોની હેરાફેરી ન થાય તે માટે સંપૂર્ણ તકેદારી ના પગલાં લેવાઈ રહ્યા છે જેમાં એસ.ટી નિગમ ના વાહનો સહીત અનેક શંકાસ્પદ વાહનો ની તપાસ હાથ ધરાવાઈ છે ત્યારે હમણાં સુધી ચાલી રહેલી આ તપાસ કામગીરી માં કોઈ પણ જાત ના માદક દ્રવ્યો કે ગેરકાયદેસર સાધન સામગ્રી મળી આવેલ નથી ને આ સંપૂર્ણ તપાસ 31 ડિસેમ્બર સુધી ચાલતી જ રહેશે.