Mansukh Mandvia

Mansukh mandaviya letter to rahul gandhi: કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર, કહ્યું- દેશના હિતમાં…

Mansukh mandaviya letter to rahul gandhi: દેશના હિતમાં સ્થગિત કરી દો ભારત જોડો યાત્રા: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા

નવી દિલ્હી, 22 ડિસેમ્બર: Mansukh mandaviya letter to rahul gandhi: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે પોતાની સતર્કતા વધારી દીધી છે. કેન્દ્રએ તમામ રાજ્યોને નવા કેસોની દેખરેખ રાખવા અને જીનોમ સિક્વન્સિંગ વધારવા જણાવ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા તરફથી એક પત્ર સામે આવ્યો છે, જે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને લખ્યો છે.

જેમાં બંને નેતાઓને ભારત જોડો યાત્રામાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આ શક્ય ન હોય તો દેશના હિતમાં યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પત્રમાં લખ્યું, “કોરોનાવાયરસ રોગચાળો એક જાહેર કટોકટી છે. એટલા માટે ભારત જોડો યાત્રાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.”

સલાહ આપતાં તેમણે કહ્યું કે, “રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં કોવિડની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે માત્ર એન્ટી-કોરોના વેક્સિન લગાવેલા લોકો જ આ યાત્રામાં ભાગ લે. યાત્રામાં જોડાતા પહેલા અને પછી યાત્રીઓને આઇસોલેટ કરવામાં આવે.”

આ જ પત્રમાં માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે જો કોરોનાવાયરસ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો, જાહેર આરોગ્ય કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કોવિડ રોગચાળાથી દેશને બચાવવા માટે દેશના હિતમાં ભારત જોડો યાત્રાને મોકૂફ રાખવા વિનંતી છે.

આ પણ વાંચો: India gov advisory of corona: ભારતમાં વધ્યો કોવિડ-19નો પ્રકોપ, સરકારે જારી કરી નવી એડવાઇઝરી…

Gujarati banner 01