Pm Modi dwarka public welcome: વડાપ્રધાનનો જય દ્વારકાધીશના ગગનભેદી જયઘોષ સાથે કૃષ્ણનગરી દ્વારકામાં આવકાર
Pm Modi dwarka public welcome: દ્વારકા હેલીપેડથી જગત મંદિરના માર્ગ ઉપર હાલાર પ્રદેશની સાંસ્કૃતિક વિરાસતના થયા દર્શન
- Pm Modi dwarka public welcome: ઓખા મંડળના નાગરિકોનું ઉત્સાહસભર અભિવાદન ઝીલતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી
દ્વારકા, 25 ફેબ્રુઆરી: Pm Modi dwarka public welcome: ઓખા ખાતે નિર્માણ પામેલા સુદર્શન સેતુનું લોકાર્પણ કરી દ્વારકા ખાતે આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું લાગણીસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ દ્વારકા ખાતે હેલીપેડથી મોટર માર્ગે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જવા નીકળેલા વડાપ્રધાનનું માર્ગમાં ઠેરઠેર નાગરિકો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.

ઓખા મંડળ વિસ્તારની આગવી ઓળખ જોવા મળે એ રીતે પરંપરાગત વસ્ત્ર પરિધાન સાથે આવેલા ગ્રામીણો ઉપરાંત નગરજનો કાફલાના માર્ગમાં ગોઠવાઇ ગયા હતા. કેટલીક મહિલાઓએ તો રીતરસનો રાસગરબા શરૂ કરી દીધા હતા. કૃષ્ણભક્તિના સુગમ સંગીત, ઢોલ અને શરણાઇઓ સાથે ગોઠવાયેલા આ જનસમુહ વડાપ્રધાનને નીહાળવા માટે આતૂર હતા.
Sudarshan Setu: ઓખા અને બેટ-દ્વારકાને જોડતા નવનિર્મિત સુદર્શન સેતુનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ
મોટર માર્ગ ઉપર વિવિધ સ્થળોએ ઉભા કરવામાં આવેલા સ્ટેજ પરથી કલાકારોએ રંગરંગ તેમજ ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ પ્રસ્તુતિ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ અભિવાદન ઝીલતી વેળાએ જનસમુહએ હર્ષનાદ કરી વડાપ્રધાનનું દ્વારકા નગરીમાં સ્વાગત કર્યું હતું. મોટર માર્ગ જય દ્વારકાધીશના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો.
દ્વારકા હેલીપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, સાંસદ સી. આર. પાટીલ, રમેશભાઇ ધડુક, મુખ્ય સચિવ રાજકુમાર, ડીજીપી વિકાસ સહાય, કલેક્ટર જી. ટી. પંડ્યા સહિતના મહાનુભાવોએ વડાપ્રધાનને આવકાર્યા હતા.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો