Ashish Bhatia DGP gujarat

Police grade pay: રાજ્યના DGPએ યોજી પત્રકાર પરિષદ, પોલીસ ગ્રેડ પે મામલે કહી આ વાત- વાંચો વિગત

Police grade pay: પોલીસ ગ્રેડ પે મામલે રાજ્યના DGPએ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમણે જણાવ્યું કે સોશિયલ મીડ઼િયામાં ખોટી પોસ્ટ મુકવા બદલ ચાર ગુના દાખલ કરવામાં આવ્યા છે.પોલીસ ગ્રેડ પેનો મુદ્દો ઉકેલવા માટે કમિટીની રચના કરી છે

અમદાવાદ, 28 ઓક્ટોબરઃ Police grade pay: પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે મુદ્દે આંદોલન હાલ મોકૂફ રહ્યું છે. ગઈકાલે મોડી સાંજે રાજ્યના ડીજી સાથે બેઠક બાદ ત્રણ દિવસથી ચાલતા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત થઈ છે. આ સંદર્ભે રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું કે ગ્રેડ પેનો મુદ્દો ઉકેલવા કમિટીની રચના કરવામાં આવી છે

વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી છે. GADના ડે. સેક્રેટરીનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસ વડાએ જણાવ્યું કે એડમિનના IG બ્રિજેશ ઝા કમિટીના અધ્યક્ષ હશે. પોલીસ ગ્રેડ પે મામલે રાજ્યના DGPએ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમણે જણાવ્યું કે સોશિયલ મીડ઼િયામાં ખોટી પોસ્ટ મુકવા બદલ ચાર ગુના દાખલ કરવામાં આવ્યા છે.પોલીસ ગ્રેડ પેનો મુદ્દો ઉકેલવા માટે કમિટીની રચના કરી છે.

આ પણ વાંચોઃ Night curfew new guidelines: રાજ્ય સરકારે પાડ્યું નવું જાહેરનામું, ગુજરાતના 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યુંમાં મળી રાહત! વાંચો વિગત

ગ્રેડ પેને(Police grade pay) લઇને ગુજરાત પોલીસના ચાલી રહેલા આંદોલનને લઇને સીએમ ગૃહમંત્રી અને ગુજરાત પોલીસ વડાની બેઠક યોજાઇ હતી…આ બેઠક બાદ ડીજીપીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી જેમાં તેઓએ કહ્યું કે ગ્રેડ પે લઈને નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે. જેમાં પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવેલી છે. આ સાથે ડીજીપીએ કહ્યું કે હવે પછી કોઈપણ વ્યક્તિ કાયદા વિરુદ્ધ વર્તન કરશે તો તેના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે.જેમાં અત્યાર સુધીમાં સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ બદલ રાજ્યમાં 04 ગુણ દાખલ કરાયા છે

તેમજ  રેલીઓ અને અન્ય બાબતમાં 04 ફરિયાદ નોંધાઈ છે.. જે પોલીસકર્મીઓએ ગેરશિસ્ત કર્યું છે તેમની પણ તપાસ કરવામાં આવી છે….ડીજીપીએ કહ્યું કે સમિતિ પોતાના અધિકાર અંતર્ગત કામ કરશે.કોઈ સમય નક્કી નથી કરવામાં આવ્યો નથી..આ સાથે ડીજીપીએ કહ્યું કે પરિવારજનોની જે રજુઆત કરી હતી એમને મેં સાંભળ્યા હતા અને તમામ મુદ્દા આવરી લેવામાં આવ્યા છે….તેમજ ડીજીપીએ અન્ય રાજ્યના ગ્રેડ-પેનો અભ્યાસ કરવાની પણ વાત કરી હતી

Whatsapp Join Banner Guj