Season ticket holders allowed to travel: 4 જોડી ટ્રેન માં સિજન ટિકિટ ધારકો ને મુસાફરી કરવાની છૂટ છે

Season ticket holders allowed to travel: 29 ઓક્ટોબરથી અમદાવાદથી ઉપડતી/પાસ થતી 4 જોડી ટ્રેન માં સિજન ટિકિટ ધારકો ને મુસાફરી કરવાની છૂટ છે

અમદાવાદ, ૨૮ ઓક્ટોબર: Season ticket holders allowed to travel: મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે માસિક સીઝન ટિકિટ (MST) ધારકોને 29 ઓક્ટોબર, 2021 થી અમદાવાદથી ઉપડતી/પાસ થતી વિશેષ ટ્રેનોની 4 જોડીમાં મુસાફરી કરવાની મંજૂરી આપી રહી છે. મંડળ રેલવે પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

  1. ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ-સોમનાથ-અમદાવાદ સ્પેશિયલ
  2. ટ્રેન નંબર 09012/09011 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ
  3. ટ્રેન નંબર 09136/09135 અમદાવાદ-બલસાડ-અમદાવાદ સ્પેશિયલ
  4. ટ્રેન નંબર 02959/02960 વડોદરા-જામનગર-વડોદરા સુપરફાસ્ટ સ્પેશિયલ

આ પણ વાંચો…Night curfew new guidelines: રાજ્ય સરકારે પાડ્યું નવું જાહેરનામું, ગુજરાતના 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યુંમાં મળી રાહત! વાંચો વિગત

નોંધનીય છે કે ઉપરોક્ત ટ્રેનોના અનરિઝર્વ્ડ કોચમાં માત્ર સીઝન ટિકિટ ધારકોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. સીઝન ટિકિટ ધારકો આરક્ષિત કોચમાં મુસાફરી કરી શકશે નહીં.

MST માસિક સીઝન ટિકિટ ધારકોને પુનઃપ્રમાણીકરણ સિવાય માત્ર માસિક ધોરણે જારી કરવામાં આવશે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે મુસાફરી દરમિયાન સ્થાનિક/રાજ્ય પ્રશાસન દ્વારા જારી કરાયેલા COVID-19 પ્રોટોકોલનું પાલન કરો.

Whatsapp Join Banner Guj