Night Curfew image 600x337 1

Night curfew new guidelines: રાજ્ય સરકારે પાડ્યું નવું જાહેરનામું, ગુજરાતના 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યુંમાં મળી રાહત! વાંચો વિગત

Night curfew new guidelines: ગુજરાતના 8 શહેરોમાં તારીખ 30-10-2021થી તારીખ 30-11-2021 સુધી દરરોજ રાત્રીના 01.00 કલાકથી સવારના 5.00 કલાક સુધી રાત્રિ કર્ફ્યુ અલમાં મુકવામાં આવ્યું

ગાંધીનગર,28 ઓક્ટોબરઃNight curfew new guidelines: રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર ઘટયો છે, બીજી તરફ તહેવારની સીઝન પણ શરૂ થઈ છે ત્યારે આ વચ્ચે સંક્રમણની બાબતને ધ્યાનમાં લેતા રાજ્યસરકાર દ્વારા ગૃહ વિભાગે નવું જાહેર નામું બહાર પાડ્યું છે. જેમાં ગુજરાતના 8 શહેરોમાં તારીખ 30-10-2021થી તારીખ 30-11-2021 સુધી દરરોજ રાત્રીના 01.00 કલાકથી સવારના 5.00 કલાક સુધી રાત્રિ કર્ફ્યુ અલમાં મુકવામાં આવ્યું છે.

જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ પ્રકારની દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી- ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટીંગ યાર્ડ, ગુજરી/બજાર-હાટ/ હેરકટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વેપારીક ગતિવિધિ રાત્રિના 12.00 કલાક સુધી ખુલ્લા રહી શકશે

બીજી તરફ રેસ્ટોરેન્ટ્સમાં રાત્રિના 12.00 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 75% ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.Pને આધિન ચાલું રાખી શકશે. HOME DELIVERVY તથા TAKE AWAY પણ રાત્રિના 12.00 કલાક સુધી ચાલુ રાખી શકાશે.

સિનેમા હોલ 100% ક્ષમતા સાથે ચાલું રાખઈ શકાશે. નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન કોરોનાગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.Pને આધિન મહત્તમ 400 વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ ક્ષમતાના 50%(વધારેમાં વધારે 400 વ્યક્તિઓની મર્યાદા સાથે કરી શકાશે. સ્પા સેન્ટરો નિયત કરેલા કોરોના ગાઈડલાઈન સાથે સવારે 9થી રાત્રિના 9 વાગ્યા સુધી ઓપન રાખી શકાશે.

આ પણ વાંચોઃ Yog guru statement against allopathy: યોગગુરુ રામદેવ બાબા મુશ્કેલીમાં મુકાયા, એલોપેથી વિરૂદ્ધ નિવેદન આપવુ પડ્યું ભારે- વાંચો વિગત

સ્પા સેન્ટરોના માલિકો, સંચાલકો, કર્મચારી તથા સંકળાયેલા વ્યક્તિઓ માટે રસીનો પ્રથમ ડોઝ ફરજીયાત રહેશે. જે વ્યક્તિઓના RTPCR ટેસ્ટ પોઝિટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RTPCR ટેસ્ટ પોઝિટીવ આવ્યાના 14 દિવસથી હોસ્પિટલી DISCHARGE SUMMARYની તારીખથી 90 દિવસ પૂર્ણ થયા પછી તુરંતજ રસીનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.

Whatsapp Join Banner Guj