polling

Polling preparation: દાંતા તાલુકાના 42 ગામો માટે 160 બુથ ઉપર મતદાન માટેની અંતિમ તૈયારીઓ પૂર્ણ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૮ ડિસેમ્બરઃ
Polling preparation: દાંતા તાલુકામાં આવતીકાલ 19 ડિસેમ્બરે 42 ગામો ની ગ્રામપંચાયત માટે સરપંચ અને સભ્ય ની ચૂંટણી યોજાનાર છે ત્યારે આજે વહીવટી તંત્ર ની ચૂંટણીના મતદાન માટેની તૈયારી ની અંતિમ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે દાંતા તાલુકાના 42 ગામો માટે 160 બુથ ઉપર મતદાન કરાશે જેના માટે 800 ઉપરાંત પોલિંગ સ્ટાફ તૈનાત કરાયો છે અને 13 રૂટ માટે 13 જોનલ અધિકારી અને 12 વિવિધ ચૂંટણી અધિકારીઓ ની નિમણૂક કરવામાં આવી છે જોકે આ વખતે EVM મશીન ખોટકાવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નહીં થાય.

Danta, Polling preparation

Polling preparation: કારણ કે આ વખતે ગ્રામપંચાયતની ચૂંટણીનું મતદાન EVM મશીનોમાં નહીં પણ બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવશે જેમાં સરપંચ માટે ગુલાબી રંગનું અને સભ્ય માટે સફેદરંગ નું બેલેટ પેપર તૈયાર કરવામાં આવ્યું છે જેને લઈ આજે મતપેટીઓ સાથેની વિવિધ સામગ્રી મતદાન મથકના અધિકારીઓ ને વિતરણ કરવામાં આવી છે આ સામગ્રી સાથે ચૂંટણી પરના સ્ટાફ ને જે તે બુથ ઉપર પહોંચાડવા માટે એસ ટી બસો સહીત કુલ 32 જેટલા વાહનો ની વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમજ આ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં લોકો વધુ માં વધુ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરે તેવી અનિલભાઈ સોલંકી (મામલતદાર) દાંતા દ્વારા અપીલ કરવામાંઆ આવી છે.

આ પણ વાંચો…About Tears: આંસુની કેવી પરિભાષા…?

Whatsapp Join Banner Guj