ae3b574c 47c0 4547 9fb0 8cc441738a4e

Patralekhan: હીરામણિ શાળા ખાતે આઝાદીના અમૃત મહોત્સવ 75માં વર્ષના ભાગરુપે યોજાઇ પત્રલેખન સ્પર્ધા

Patralekhan: 75માં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે ભારતીય ટપાલ વિભાગ દ્વારા વડાપ્રધાનને સંબોધિત યોજવામાં આવી હતી પત્રલેખન સ્પર્ધા

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ Patralekhan:18 ડિસેમ્બર શનિવારના રોજ સવારે 10 વાગે હીરામણી શાળાના વિશાળ પ્રાંગણમાં ‘આઝાદીના અમૃત મહોત્સવ’ના ભાગરુપે ભારતીય ટપાલ વિભાગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધિત પત્રલેખન સ્પર્ધા રાખવામાં આવી હતી.
(1) સ્વતંત્ર સંગ્રામના નાયકો (2) 2047ના વર્ષનું મારા સ્વપ્નનું ભારત…જેવા વિષયો ઉપર હીરામણિ શાળાના 1000 કરતા વધુ વિદ્યાર્થીઓએ પોસ્ટકાર્ડ દ્વારા પોતાના વિચારો લખીને દિલ્હી ખાતે વડાપ્રધાનને મોકલ્યા.

આ પ્રસંગે સિનિયર પોસ્ટ માસ્ટર નવરંગપુરા, અમદાવાદના અલ્પેશભાઇ શાહ, તથા ગૌરવભાઇ જૈન ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત જનસહાયક ટ્રસ્ટના સેક્રેટરી આર.સી.પટેલ, જોઇન્ટ સેક્રેટરી પંકજભાઇ દેસાઇ, સી.ઇ.ઓ ભગતભાઇ અમીન, શૌક્ષણિક સલાહકાર એ.સી.ગોપાણી. શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી વરુણભાઇ અમીને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચોઃ About Tears: આંસુની કેવી પરિભાષા…?

Whatsapp Join Banner Guj