About Tears: આંસુની કેવી પરિભાષા…?

About Tears: લાગણી વ્યકત કરવાની ભાષા કોઈ હોય તો એ આંસુ છે

About Tears: શુ આંસુની પરિભાષા હોય? દરેક વ્યક્તિની દ્રષ્ટિએ જવાબ અલગ- અલગ હશે.આ આંસુ ક્યારે ક્યારે લાગણી દર્શાવી જાય છે તો ક્યારેક-ક્યારેક દર્દ.આંસુને આમંત્રણ આપવાની જરૂર રહેતી નથી એ તો આવી જ જાય.માણસને ખુશી મળે તો પણ ક્યારેક ખુશી ના સ્વરૂપે આવી જાય છે તો ક્યારેક તકલીફ ના રૂપે આવી જાય છે.સુખ-દુઃખનો જેમ સાથ રહેલો છે તેવી જ રીતે આંસુનો સાથ પણ આપણાથી જોડાયેલો જ રહે છે.ક્યારેક-ક્યારેક માણસ પોતાની લાગણીને વ્યક્ત નથી કરી શકતો કે વાત રજૂ કરી નથી શકતો તે વાતની પરિભાષા એ આંસુ કહી જાય છે.

ક્યારેક આંસુ માણસને મજબૂત બનાવી દે છે તો ક્યારેક માણસને તોડી પણ દે છે.આંસુ પાડનાર હંમેશા કમજોર જ હોય એવુ નથી હોતુ.આંસુ તો લાગણીની એક ભાષા છે.જે સૌ સમજે છે પણ ક્યારે ક્યારે સ્વીકારતા નથી.આંખ માંથી જે આંસુ નથી વહી શકતા એ કયારે કયારે સુનામી પણ લાવી દે છે.એટલે આંસુને રોકશો નહિ અને આંખમાં આવે તો આવા દો.લાગણીને વ્યક્ત થવા દો..

કયારે આંસુ એ વાત કહી જાય છે.જે સંવાદ કરીને પણ નથી કહી શકાતું.આંખમાં રોકી રાખેલા આંસુ કયારે કયારે સુનામી લાવી દેતા હોય છે.લાગણી વ્યકત કરવાની ભાષા કોઈ હોય તો એ આંસુ છે.


આધુનિક જમાનમાં આજના લોકો જે રોવે એને કમજોર સમજી બેસે છે. કેટકેટલું સંભળાવે છે કે શું વાતે વાતે રડે છે,રોતડુની માફક.પુરુષ જો રડે તો એને બાયલો,ડરપોક ,ફટ્ટુ કહેવામાં આવે છે.આ રોવાનું સ્ત્રીઓને શોભે પુરુષોને નહી એવુ કહેવામાં આવે છે.એકબાજુ દુનિયા એટલે કે આપણો સમાજ કહે છે કે સ્ત્રીને પુરુષ એક સમાન છે.તો શું પુરુષ રડે તો એને ન શોભે એ કઈ રીતે કહી શકાય.કેમ કે તકલીફ તો દરેકને થતી જ હોય છે.કોઈ હસીને પોતાની વાત કહી જાય છે, તો કોઈ આંસુ થી દર્દને વ્યકત કરી જાય છે.બસ આંસુ ની આજ કહાની છે.

આ પણ વાંચોઃ Blast in Karachi: કરાંચી ખાતે નાળામાં થયો બ્લાસ્ટ, 10ના મોત અનેક લોકો થયા ઘાયલ

Whatsapp Join Banner Guj