Ambaji temple image 600x337 1

Ambaji temple loudspeaker issue: અંબાજી હસ્તકની યજ્ઞશાળામાં લાઉડ સ્પીકર બંધ કરવા સુચના આપવામાં આવેલ તે તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવેલ છે

Ambaji temple loudspeaker issue: યાજ્ઞિક વિપ્ર મંડળ , અંબાજી દ્વારા તા . ૨૨/૧૧/૨૦૨૧ ના પત્રથી અત્રે મળેલ. જેના અનુસંધાને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી હસ્તકની યજ્ઞશાળામાં લાઉડ સ્પીકર બંધ કરવા સુચના આપવામાં આવેલ તે તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવેલ છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૮ ડિસેમ્બરઃ
Ambaji temple loudspeaker issue: શક્તિપીઠ અંબાજી એ લાખો માઈ ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.સરકાર , જલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ , અંબાજી યાત્રાળુઓને ઉત્તમ સુવિધાઓ આપવા કટિબદ્ધ છે . અંબાજી મંદિર યાયર ચોક ખાતે યજ્ઞશાળા આવેલી છે જેમાં કુલ ૧૪ યજ્ઞકુંડ આવેલા છે . ધાર્મિક વિધિ વિધાન મુજબ યજ્ઞશાળાના ભૂ દેવો દ્વારા યજ્ઞ કાર્ય કરવામાં આવે છે . દર્શનાર્થીઓ પણ અહીં ચાલુ યજ્ઞના દર્શન કરે છે .

Ambaji temple loudspeaker issue: યજ્ઞશાળામાં એક જ સાથે અલગ અલગ યજ્ઞ થતા હોય છે તથા યજ્ઞ શરુ થવાનો સમય પણ અલગ અલગ હોય છે . અહીં મોટા અવાજે લાઉડ સ્પીકરનો ઉપયોગ થતો હોય છે , જેમાં એક યજ્ઞ ચાલુ હોય ત્યારે અન્ય યજ્ઞમાં મંત્રોચ્ચાર અને વિધિમાં વધુ પડતા અવાજને કારણે ખલેલ પહોયવાની રજૂઆત યાજ્ઞિક વિપ્ર મંડળ , અંબાજી દ્વારા તા . ૨૨/૧૧/૨૦૨૧ ના પત્રથી અત્રે મળેલ.જેના અનુસંધાને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી હસ્તકની યજ્ઞશાળામાં લાઉડ સ્પીકર બંધ કરવા સુચના આપવામાં આવેલ હતી .

પ્રમુખ યાજ્ઞિક વિપ્ર મંડળ અંબાજી તા . ૧૮/૧૨/૨૦૨૧ ના પત્રથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી સંચાલિત યજ્ઞ શાળા માં ચાલતા યજ્ઞ દરમિયાન લાઉડસ્પીકરના ઉપયોગના પ્રતિબંધની સુચનાથી તેઓની ધાર્મિક લાગણી દુભાતી હોવાની રજૂઆત કરેલ છે તથા એક બીજાના યજ્ઞમાં અડચણ ન થાય અને અન્ય યજમાનોને મંત્રો સાંભળવામાં ખલેલ ન પડે તે રીતે ઓછા અવાજે લાઉડ સ્પીકર ચાલુ રાખવાની મંજુરી આપવાની રજૂઆત કરેલ છે .

તેથી તેઓની લાગણીને ધ્યાને રાખીને અત્રેથી જે સુચના આપવામાં આવેલ છે તે તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવેલ છે તથા યજ્ઞ શાળામાં ચાલતા યજ્ઞ દરમિયાન એકબીજાની યજ્ઞ કર્મકાંડમાં ખલેલ ન પડે તથા ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે તે રીતે ઓછા અવાજે લાઉડ સ્પીકરનો ઉપયોગ ચાલુ રાખવા આથી જણાવવામાં આવે છે . જેની સર્વે નોધ લેવા વિનંતી છે . દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ આ નિર્ણયમાં આપ સર્વે સહકાર આપવા વિનંતી કરવામા આવેલ છે.

આ પણ વાંચો…Polling preparation: દાંતા તાલુકાના 42 ગામો માટે 160 બુથ ઉપર મતદાન માટેની અંતિમ તૈયારીઓ પૂર્ણ

Whatsapp Join Banner Guj