arvind kejriwal image 600x337 1

Raid at AAP office in ahmedabad: અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય પર દરોડા, 2 કલાક સુધી કરી તપાસ

Raid at AAP office in ahmedabad: અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હી બાદ હવે ગુજરાતમાં રેડ પડવાની શરુઆત થઇ

અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ Raid at AAP office in ahmedabad: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આજથી 3 દિવસના પ્રવાસે ગુજરાત પહોંચ્યા છે. ત્યારે ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરીને કહ્યું કે આમ આદમી પાર્ટીની ઓફિસ પર ગુજરાત પોલીસની 2 કલાકની રેડ પાડવામાં આવી છે, પરંતુ તેમાં કંઈ મળ્યું નથી. સાથે તેમણે જણાવ્યું હતું કે તેઓ ફરી આવશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં AAPના કાર્યાલય પર દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા બાદ ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરીને દાવો કરીને ખળભળાટ મચાવ્યો છે. ઇશુદાને કરેલા ટ્વીટને કેજરીવાલે શેર પણ કર્યો છે.

આ પણ વાંચોઃ Sri Lanka Asia Cup 2022: શ્રીલંકાએ પોતાના શાનદાર પ્રદર્શનથી એશિયા કપ 2022ની ટ્રોફી પોતાને નામ કરી, ફાઇનલમાં પાકને 23 રને હરાવ્યું

આ પણ વાંચોઃ Ektanagar-Pratapnagar MEMU train cancelled: 11મી સપ્ટેમ્બર થી 20 મી સપ્ટેમ્બર 2022 ના રોજ પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો રદ રહેશે

Gujarati banner 01