Sri Lanka Asia Cup 2022

Sri Lanka Asia Cup 2022: શ્રીલંકાએ પોતાના શાનદાર પ્રદર્શનથી એશિયા કપ 2022ની ટ્રોફી પોતાને નામ કરી, ફાઇનલમાં પાકને 23 રને હરાવ્યું

Sri Lanka Asia Cup 2022: રાજપક્ષેની આક્રમક બેટિંગની મદદથી શ્રીલંકાએ અંતિમ 5 ઓવરમાં 50થી વધુ રન બનાવ્યા

સ્પોર્ટ્સ ડેસ્ક, 12 સપ્ટેમ્બરઃ Sri Lanka Asia Cup 2022: છેલ્લા ઘણા સમયથી શ્રીલંકાની ક્રિકેટ ટીમ સંકટમાં જોવા મળી રહી છે. શ્રીલંકા દેશમાં પણ સ્થિતિ ખરાબ છે. પરંતુ દસુન શનાકાની ટીમે દમદાર પ્રદર્શન કરી તેના દેશવાસીઓને એક ખુશીની તક આપી છે. શ્રીલંકાએ છઠ્ઠીવાર એશિયા કપ કબજે કર્યો છે. શ્રીલંકા 1986, 1997, 2004, 2008, 2014માં અને હવે 2022માં ચેમ્પિયન બન્યું છે. ભારતે સૌથી વધુ 7 વખત એશિયા કપ જીત્યો છે. 

પાકિસ્તાનના કેપ્ટન અને સ્ટાર બેટર બાબર આઝમ માટે એશિયા કપ 2022 ખરાબ રહ્યો છે. બાબર સતત છ ઈનિંગમાં ફ્લોપ રહ્યો છે. શ્રીલંકા સામે મહત્વની ફાઇનલ મેચમાં પણ બાબર માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. તેને પ્રમોદ મધુશને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. તો ફખર ઝમાન પ્રથમ બોલ પર બોલ્ડ થયો હતો. આ બંને બેટરોનું ફોર્મ એશિયા કપમાં ખરાબ રહ્યું છે. 

આ પણ વાંચોઃ Ektanagar-Pratapnagar MEMU train cancelled: 11મી સપ્ટેમ્બર થી 20 મી સપ્ટેમ્બર 2022 ના રોજ પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો રદ રહેશે

22 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ મોહમ્મદ રિઝવાન અને ઇફ્તિખાર અહમદે ત્રીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાનને ત્રીજો ઝટકો 93 રનના સ્કોર પર લાગ્યો હતો. અફ્તિખાર 31 બોલમાં બે ફોર અને એક સિક્સ સાથે 32 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ મોહમ્મદ નવાઝ 9 બોલમાં 6 રન બનાવી કરૂણારત્નેનો શિકાર બન્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, મીડલ ઓર્ડર બેટર ભાનુકા રાજપક્ષેએ આજે શ્રીલંકાની ઈનિંગને સંભાળી હતી. ભાનુકા રાજપક્ષેએ 45 બોલમાં અણનમ 71 રન ફટકાર્યા હતા. રાજપક્ષેએ પોતાની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેણે પહેલા હસરંગા અને ત્યારબાદ કરૂણારત્ને સાથે મહત્વની ભાગીદારી કરી હતી. રાજપક્ષેની આક્રમક બેટિંગની મદદથી શ્રીલંકાએ અંતિમ 5 ઓવરમાં 50થી વધુ રન બનાવ્યા હતા. 

આ પણ વાંચોઃ Immediate treatment by 108 at Ambaji: અંબાજી મેળામા લગભગ 500 જેટલા માઈ ભક્તો ને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી

Gujarati banner 01