Rain 1

Next 3days Heavy Rain in Gujarat: હજી અગામી 3 દિવસ ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી- વાંચો વિગત

Next 3days Heavy Rain in Gujarat: આગાહી મુજબ, બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે

અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃNext 3days Heavy Rain in Gujarat: રાજ્યમાં છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ અમરેલીના લિલિયામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 35 ઈંચ સાથે સિઝનનો 105 ટકા વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Raid at AAP office in ahmedabad: અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય પર દરોડા, 2 કલાક સુધી કરી તપાસ

રાજ્યમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ, જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, તાપી, સુરત અને નર્મદા જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. 

13 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 સપ્ટેમ્બરને સોમવારના રોજ નર્મદા, સુરત, તાપી, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Sri Lanka Asia Cup 2022: શ્રીલંકાએ પોતાના શાનદાર પ્રદર્શનથી એશિયા કપ 2022ની ટ્રોફી પોતાને નામ કરી, ફાઇનલમાં પાકને 23 રને હરાવ્યું

Gujarati banner 01