Road accident in gujarat

Road accident in gujarat: ગુજરાતના પાટણમાં મોટો માર્ગ અકસ્માત, જીપ-ટ્રકની અથડામણમાં અનેકના મોત…

Road accident in gujarat: પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે પર મોટી પીપળી ગામ પાસે જીપ એક ટ્રક સાથે અથડાતા 6 લોકોના મોત થયા

અમદાવાદ, 15 ફેબ્રુઆરી: Road accident in gujarat: ગુજરાતના પાટણમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. હકીકતમાં, પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે પર મોટી પીપળી ગામ પાસે જીપ એક ટ્રકમાં ઘૂસી જતાં 6 લોકોના મોત થયા છે. તે જ સમયે, 10 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે પર મોટી પીપળી પાસે ટાયર ફાટતાં રાજસ્થાનથી મજૂરોને લઇ જતી જીપ રોડ પર ઉભેલી ટ્રક સાથે અથડાઇ હતી. જેના કારણે તેમાં બેઠેલા 6 લોકોના મોત થયા છે અને 12 લોકો ઘાયલ થયા છે.

અકસ્માત બાદ એક સ્થાનિક નાગરિકે ઘટનાસ્થળે જઈને પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમનું કહેવું છે કે આટલો મોટો અકસ્માત દિવસના અજવાળામાં થયો હતો. પોલીસે કેમ કોઈ કાર્યવાહી ન કરી. રાધનપુરથી વારાહી વચ્ચે ચાલતા વાહનોમાં લોકો પશુઓની જેમ ભરાઈ જાય છે. પોલીસ માત્ર વસુલાતમાં જ વ્યસ્ત હોવાનો આક્ષેપ પણ નાગરિક દ્વારા કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Dilip joshi-disha vakani in tmkoc: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ‘જેઠાલાલ’ ને આવે છે દયાબેનની યાદ, કહ્યું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો