Taarak mehta ka ulta chashma

Dilip joshi-disha vakani in tmkoc: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ‘જેઠાલાલ’ ને આવે છે દયાબેનની યાદ, કહ્યું…

Dilip joshi-disha vakani in tmkoc: એક કલાકાર તરીકે મને દયાનું પાત્ર યાદ આવે છે: દિલીપ જોશી (જેઠાલાલ)

બોલીવુડ ડેસ્ક, 15 ફેબ્રુઆરી: Dilip joshi-disha vakani in tmkoc: ટીવી નો સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સતત સમાચારોમાં રહે છે. હાલમાં જ શોમાં નવા ટપ્પુની એન્ટ્રી થઈ છે. અભિનેતા નીતીશ ભલુનીએ રાજ અનડકટ ની જગ્યા લીધી છે. હવે તેણે મીડિયા સાથે વાતચીત કરી છે. તેનો પરિચય તેના ઓનસ્ક્રીન પિતા દિલીપ જોશીએ કરાવ્યો હતો. આ દરમિયાન જેઠાલાલે દયાબેન વિશે પણ વાત કરી. તેણે કહ્યું છે કે તે તેને કેટલી મિસ કરી રહ્યો છે.

દિલીપ જોશી અને નીતિશ ની પ્રેસ કોન્ફરન્સ નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પત્રકારોએ દિલીપને દયાબેન અંગે પ્રશ્ન કર્યો હતો. તેને પૂછવામાં આવ્યું કે તે શોમાં ક્યારે પરત ફરી રહી છે. તેના પર અભિનેતાએ જવાબ આપ્યો- ‘તે નિર્માતાઓ પર નિર્ભર કરે છે.

તેઓ નક્કી કરશે કે તેઓ કોઈ નવી વ્યક્તિને લાવવા માંગે છે કે નહીં. એક કલાકાર તરીકે મને દયાનું પાત્ર યાદ આવે છે. ઘણા સમયથી તમે બધાએ દયા અને જેઠાના રમુજી દ્રશ્યો માણ્યા હશે. જ્યારથી દિશા ગઈ છે, ત્યાર થી તે ભાગ, તે એંગલ, રમુજી ભાગ ગાયબ છે.

દયા અને જેઠા વચ્ચેની કેમિસ્ટ્રી ખૂટે છે. લોકો પણ એવું જ કહી રહ્યા છે. જોઈએ, હું હંમેશા હકારાત્મક રહું છું. અસિત ભાઈ હંમેશા હકારાત્મક રહે છે. તેથી તમને ખબર નથી કે ક્યારે શું થશે. કાલ કોણે જોઈ છે આ સાથે જ ‘TMKOC માં જોડાયેલા નીતિશે જણાવ્યું કે તેઓ દિલીપ જોશી સાથે કામ કરવા માટે કેટલા ઉત્સાહિત છે.

પાંચ વર્ષથી ગાયબ છે દયાબેન

તમને જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી 2017થી ગાયબ છે. તેણે લગભગ પાંચ વર્ષ થી આ શો છોડી દીધો છે પરંતુ આજ સુધી મેકર્સે આ ખાલી જગ્યા ભરી નથી. વચ્ચે સમાચાર આવ્યા કે તે પાછી આવી રહી છે પરંતુ ન તો તેને લાવવામાં આવી કે ન તો તેની જગ્યાએ કોઈ અન્ય કલાકાર આવ્યું. ઓડિશન પછી પણ નવી દયાબેન ની એન્ટ્રી થઈ ન હતી. આવી સ્થિતિમાં જેઠાલાલ ને દયાબેન ની ખોટ સાલે છે. 

આ પણ વાંચો: Leopards in india: ભારતમાં ચિત્તાઓની વધશે સંખ્યા, આ વખતે નામીબિયાથી નહીં પણ અહીંથી..

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો