counselors 1

RUDMI counselors were also surprised by the students questions: વિદ્યાર્થિનીઓના પ્રશ્નો અને મૂંઝવણથી RUDMI કાઉન્સેલરો પણ આશ્ચર્યચકિત

RUDMI counselors were also surprised by the students questions: પૈસા, જમીન અને વિદેશ જવાની લાલચે મારો પરિવાર મારાથી 10 વર્ષ મોટા યુવક સાથે પરણવાનું દબાણ કરે છે

ગાંધીનગર, 23 માર્ચ: RUDMI counselors were also surprised by the students questions: રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (આરયુડીએમઆઇ)એ અમદાવાદની 10 કોલેજમાં 1500 વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં વિદ્યાર્થિનીઓના પ્રશ્નો અને મૂંઝવણથી કાઉન્સિલરો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓની સમસ્યા બ્રેકઅપ અને અભ્યાસને લગતી હતી.

સિનિયર સાઇકોલોજીસ્ટ ડો.પ્રીતિ ભટ્ટ-તિવારીએ જણાવ્યું કે, (RUDMI counselors were also surprised by the students questions) કાઉન્સેલિંગમાં જેઓ જાહેરમાં ન પૂછી શકે તેમના માટે અલગથી સેશન રાખ્યા હતા. વિદ્યાર્થિનીઓના પ્રશ્નો અને મૂંઝવણોથી અમે પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. સ્ટ્રેસ અને ફિયર મેનેજમેન્ટ પર બહુ કામ કરવું પડશે, પરિવાર સાથે પોતાની મૂંઝવણ વિશે વાત કરવી પડશે અને પરિવારના લોકોએ પણ તેઓની વાત અને મૂંઝવણમાં તેમની સાથે ઉભાં રહેવું પડશે. આ સાથે પ્રિવેન્શન ઓફ સુસાઇડ, મોબાઇલ એડિક્શન, મેન્ટલ ટોર્ચરિંગ સહિતના વિવધ મુદાઓને આવરી લેવાયા હતા.

  • પૈસા, જમીન અને વિદેશ જવાની લાલચે મારો પરિવાર મારાથી 10 વર્ષ મોટા યુવક સાથે પરણવાનું દબાણ કરે છે. કોઇ મારું માનવા તૈયાર નથી, મારી પસંદગીને ધ્યાને ન લેતાં, ભવિષ્યમાં મને પણ વિદેશમાં રહેવાનો મોકો મળશે અને આર્થિક સ્થિતિ સારી બનશે તે લાલચે મને જલદી પરણાવવા માગે છે. મેં વિરોધ કર્યો પરંતુ કોઇ મને સાથ આપવા તૈયાર નથી.
  • એક વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, હું હાલમાં કોલેજના બીજા વર્ષમાં છું. મારા લગ્ન થઇ ગયા છે, હવે મારો પતિ મને આગળ અભ્યાસ કરવાની ના પાડે છે, પરંતુ મેં કહ્યું કે, મારે કોલેજ પૂરી કરવી છે તો તેણે મને મારી. મેં આ વાત મારા પિતાને કરી તો તેમણે મને પાઇપથી મારી. મારે પણ અભ્યાસ કરવો છે, નોકરી કરવી છે. હવે હું કઇ રીતે જીંદગી પૂરી કરીશ?
  • હું એક સારા પરિવારની છું, મારો પરિવાર આર્થિક રીતે સંપન્ન છે. છતાં પણ જ્યારે કોઇ પર્સનલ હાઇજીન કે ગાયનેક સમસ્યા આવે તો પરિવારના લોકો કહે છે કે ડોક્ટર પાસે ન જવાય, ઘરની વાત જાહેર થઇ જાય. જેને કારણે અમુક સમસ્યા જે એક અઠવાડિયામાં સારી થઇ શકે તેમ હોય તેની પીડા છ મહિના કરતાં પણ વધારે સમય સહન કરવી પડે છે.
  • એક યુવતીએ કહ્યું કે, મારી સગાઇ તૂટી ગઇ હતી, પરંતુ તે યુવક મારો પીછો કરતો હતો. એક દિવસ તેણે મને એસ.જી.હાઈવે પર એક જગાએ ઉભી રાખીને ગાળો બોલવા માંડ્યો, મારું ચપ્પલ કાઢીને મને જ મારવા લાગ્યો ત્યાં ઘણાં લોકો ઉભા હતા અને ઘણાં પસાર થતા હતા, તેમ છતાં કોઇએ મને ન બચાવી. હું શું કરું તે મને નથી સમજાતું.

આ પણ વાંચો..Tributes were paid to the martyrs in the assembly: ગૃહમાં સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો પણ વિભોર બની ગયાં હતાં

Gujarati banner 01