Shivrajpur beach

Shivrajpur beach new rules: શિવરાજપુર બીચ પર જતા પહેલાં જાણી લો આ નવો નિયમ; કલેકટરે લીધો મહત્વનો નિર્ણય

Shivrajpur beach new rules: દ્વારકાના શિવરાજપુર બીચ પર વાહનોની અવર-જવર અને કચરો ફેંકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો

દ્વારકા, 23 માર્ચ: Shivrajpur beach new rules: શિવરાજપુર બીચ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અરબી સમુદ્ર પર શિવરાજપુર ગામની નજીક આવેલો છે. તાજેતરમાં શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનું પ્રમાણપત્ર પણ મળ્યું છે. આઇકોનિક બ્લુ ફ્લેગ એ દરિયાકિનારા, દરિયાઇ અને ટકાઉ બોટિંગ ટુરિઝમ ઓપરેટર્સ માટે વિશ્વના સૌથી વધુ માન્ય સ્વૈચ્છિક પુરસ્કારોમાંનો એક છે.

બ્લુ ફ્લેગ માટે લાયક બનવા માટે, સખત પર્યાવરણીય, શૈક્ષણિક, સલામતી અને સુલભતા માપદંડોની શ્રેણી પૂરી કરવી અને જાળવવી આવશ્યક છે.

દ્વારકાના શિવરાજપુર બીચ પર વાહનોની અવર-જવર અને કચરો ફેંકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દ્વારકામાં આવેલો બ્લૂ ફ્લેગ ધરાવતો શિવરાજપુર બીચ એકદમ શાંત અને રળીયામણો હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આવે છે.જેથી સ્વચ્છતાના ભાગરૂપે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. (Shivrajpur beach new rules) શિવરાજપુર બીચ પર ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં પ્લાસ્ટીકના ઉપયોગ, વાહનોની અવર-જવર અને કચરો ફેંકવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું 20 મે સુધી અમલમાં રહેશે.

ભારતે દુનિયાના બ્લુ ફ્લેગ બીચ ધરવતા દેશોમાં સ્થાન મેળવી લીધું છે, ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે, જેમાંથી 2 બીચ ગુજરાતના છે. એક દિવનો ઘોઘલા બીચ અને બીજો દ્વારકા જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે. દુનિયાના બ્લુ ફ્લેગ બીચો ધરવતા દેશોમાં ભારતે 8 બ્લુ ફ્લેગ બીચ સાથે સ્થાન મેળવી લીધું છે.

Shivrajpur beach new rules

ડેંમાર્કમાં કાર્યરત સંસ્થા દ્વારા આ બ્લુ ફ્લેગ દરજ્જો આપવામાં આવે છે, બ્લુ ફ્લેગ બીચને દુનિયાના સહુથી સ્વચ્છ બીચ તરીકે માનવામાં આવે છે. બ્લુ ફ્લેગ એ વિશ્વનું સૌથી માન્ય વોલન્ટરી ઇકો લેબલ છે. બ્લુ ફ્લેગ લેબલ મેળવવા પર્યાવરણીય, શૈક્ષણિક, સુરક્ષા અને સુગમતા ના અનેક કડક માપદંડોમાંથી પસાર થવું પડે છે.

Shivrajpur beach new rules: ફાઉન્ડેશન ફોર એન્વાયરોંમેટલ એજ્યુકેશન નામની બિન સરકારી આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા આ સર્ટીફીકેશન આપવામાં આવે છે. ભારતે આ દિશામાં આગળ પગલું ભરતા બ્લુ ફ્લેગ લેબલ જેવા પોતાના ઇકો લેબલ બીમ્સ પણ તૈયાર કર્યા છે. બીમ્સનું આખું નામ છે બીચ એનવાયરોંમેન્ટલ એન્ડ એસ્થેટિક્સ મેનેજમેન્ટ સર્વિસીઝ.

આ પણ વાંચો..Tributes were paid to the martyrs in the assembly: ગૃહમાં સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો પણ વિભોર બની ગયાં હતાં

Gujarati banner 01