Gunagadh Gir

Sasan Gir: જુનાગઢ ના સકરબાગ ઝુ તથા સાસણ ગીર ના સફારી પાર્ક દેવળિયા ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી

Gunagadh

Sasan Gir: સાસણ ગીર ના સફારી પાર્ક જુનાગઢ સકરબાગ ઝૂ વગેરે જગ્યાએ લોકો મોટા પ્રમાણમાં ફરવા આવી રહીયા છે

અહેવાલ: અનિલ વનરાજ

અમદાવાદ, ૦૬ જુલાઈ: Sasan Gir: કોરોના કેસમાં ધટાડો થતાં સરકારે હરવા ફરવા સ્થળોએ લોકો ને જવા આવવાની છુટ આપી છે પરંતુ લોકો સરકારી ગાઈડ લાઈન નું પાલન કરતાં નથી ત્યારે શું ફરી આપણે કોરોના ને આમંત્રણ નથી આપી રહીયા ને..?

જુનાગઢ જીલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં કોરોના ની બીજી લહેરે લોકો ને ભયાનક સ્થિતિમાં મુકી દીધા હતા ત્યારે આજે સમગ્ર ગુજરાતમાં જ્યારે કોરોના કેસમાં ભારે ધટાડો જોવા મળ્યો છે જેને લઈ સરકાર નિયંત્રણો ઉઠાવી રહી છે અને લોકો ને સરકારી ગાઈડ લાઈન ના પાલન સાથે લોકો હરવા ફરવા લાયક સ્થળો તથા ગ્રાડન બાગ બગીચા વગેરે એ પર જવાની છુટ આપી છે.

Whatsapp Join Banner Guj

જેને લઈ હાલમાં સાસણ ગીર ના સફારી પાર્ક જુનાગઢ સકરબાગ ઝૂ વગેરે જગ્યાએ લોકો મોટા પ્રમાણમાં ફરવા આવી રહીયા છે ત્યારે આ છુટછાટ દરમિયાન લોકો સરકાર ની કોરોના ગાઈડ લાઈન નું પાલન કરતાં નથી જેને આપણે ફરી કોરોના ને આમંત્રણ નથી આપી રહીયા ને ? તેવો સવાલ લોકોમાં ઉઠી રહીયો છે.

આ પણ વાંચોHumsafar Special Train: શ્રી ગંગાનગર અને તિરુચ્ચિરાપલ્લી વચ્ચે હમસફર સ્પેશિયલ ટ્રેનનું પરિચાલન