Humsafar Special Train: શ્રી ગંગાનગર અને તિરુચ્ચિરાપલ્લી વચ્ચે હમસફર સ્પેશિયલ ટ્રેનનું પરિચાલન

Humsafar Special Train: કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે.

Humsafar Special Train: રેલ પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે શ્રી ગંગાનગરથી તિરુચ્ચિરાપલ્લી વચ્ચે હમસફર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંડળ રેલ પ્રબંધક અમદાવાદ દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: –

ટ્રેન નંબર 02497 શ્રી ગંગાનગર – તિરુચ્ચિરાપલ્લી હમસફર સ્પેશિયલ ટ્રેન (Humsafar Special Train) તારીખ 05.07.2021 થી આગામી સૂચના સુધી શ્રી ગંગાનગરથી દર સોમવારે 13.25 કલાકે ઉપડશે અને બુધવારે 22.10 કલાકે તિરુચ્ચિરાપલ્લી પહોંચશે.

આ પણ વાંચો…Special Train: સોમનાથ-જબલપુર સ્પેશિયલ ટ્રેનના સ્ટોપેજ લંબાવાયા

તેવી જ રીતે, ટ્રેન નંબર 02498 તિરુચ્ચિરાપલ્લી – શ્રી ગંગાનગર હમસફર સ્પેશિયલ ટ્રેન (Humsafar Special Train) તારીખ 09.07.2021 થી આગામી સૂચના સુધી તિરુચ્ચિરાપલ્લીથી દર શુક્રવારે 04.45 કલાકે ઉપડશે અને રવિવારે 12.20 કલાકે શ્રી ગંગાનગર પહોંચશે.

માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં હનુમાનગઢ, સુરતગઢ, બિકાનેર, જોધપુર, મારવાડ જંકશન, આબુ રોડ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વસઈ રોડ, કલ્યાણ, લોનાવાલા, પુના, સતારા, સાંગલી, મિરજ, બેલગાવ, ધારવાડ, હુબલી, હરિહર, દાવનગીરી, બિરુર, આર્સીકેરે, ટુમકુર, બંસવાડી, કૃષ્ણરાજપુરમ, બંગારપેટ, સેલમ, નામક્કલ અને કરુર સ્ટેશનો પર રોકાશે.

Railways banner

મુસાફરો ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્પેશિયલ ટ્રેનોની સંરચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે.

પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.