SRP camp: દાહોદ નજીક પાવડી ખાતે એસઆરપી કેમ્પના જવાનો કોરોના પોઝિટિવ આવતાં ફફડાટ

SRP camp: તામિલનાડુની ચૂંટણીના બંદોબસ્ત બાદ દાહોદ આવતા કુલ 408 જેટલા એસઆરપી જવાનોના ટેસ્ટ કરવામાં આવ્યા

દાહોદ,૧૧ એપ્રિલ: SRP camp: દાહોદ પાસે પાવડીમાં આવેલા એસઆરપી કેમ્પમાંથી પણ 392 એસઆરપી જવાનોને તામિલનાડુની ચૂંટણીના બંદોબસ્તમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ દાહોદ આવતા કુલ 408 જેટલા એસઆરપી જવાનોના ટેસ્ટ કરવામાં આવ્યા.

Whatsapp Join Banner Guj

રવિવાર 11 એપ્રિલના રોજ તાલુકા હેલ્થ કચેરી દ્વારા પાવડી એસઆરપી કેમ્પમાં સામુહિક ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં 408 જેટલા એસઆરપી જવાનોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી એક સાથે 47 એસઆરપી જવાનોને કોરોના પોઝિટિવ આવતાં સમગ્ર કેમ્પમાં ફફટાડ જોવા મળ્યો. આ જવાનો કોના કોના સંપર્કમાં આવ્યા હશે અને કેટલું સંક્રમણ થયુ હશે તે ચકાસવું જરૂરી છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…વધતા કેસોને લઇ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય: સરકારી અને ખાનગી કોલેજો(gujarat education)માં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય આ તારીખ સુધી બંધ રહેશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *