starkids debut 1609661997

બોલિવુડમાં આ સ્ટાર કિડ કરશે ડેબ્યુ(star kids debut), સલમાન ખાનની ભાણીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ- જુઓ ફોટોઝ

star kids debut

બોલિવુડ ડેસ્ક, 24 માર્ચઃ કોવિડ 19ને કારણે અનેક સ્ટાર કિડ્સ બોલિવૂડ ડેબ્યૂ(star kids debut) કરી શક્યા નહીં. જોકે, આ વખતે કેટલાંક સ્ટાર કિડ્સ(star kids debut) ફિલ્મમાં એન્ટ્રી લઈ શકે છે. આ લિસ્ટમાં સૌથી ટોચ પર બોલિવૂડ એક્ટ્રર સંજય કપૂરની દીકરી શનાયા કપૂર છે. ફિલ્મમેકર તથા પ્રોડ્યૂસર કરન જોહરે પોતાની ફિલ્મથી શનાયાને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે.

Shanaya Kapoor
શનાયા કપૂર

કરન જોહરે શનાયાનો એક વીડિયો શૅર કરીને આ વાતને કન્ફર્મ કરી હતી. આ વર્ષે જુલાઈમાં શનાયા પોતાની પહેલી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. શનાયાએ જાહન્વી કપૂરની ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતી. હાલમાં જ શનાયાએ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલને પબ્લિક કરી હતી. શનાયાની જેમ આ સ્ટાર કિડ્સ પણ બોલિવૂડમાં એન્ટ્રી લઈ શકે છે.

suhana khan
સુહાના ખાન
ADVT Dental Titanium

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન સોશિયલ મીડિયામાં ઘણી જ લોકપ્રિય છે. સુહાના બોલિવૂડમાં કામ કરવા માગે છે. શોર્ટ ફિલ્મ ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ’માં સુહાના ખાનની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતા.

ahaan panday
અહાન પાંડે

અનન્યા પાંડેના કાકાનો દીકરો તથા ચંકી પાંડેનો ભત્રીજો અહાન પાંડે આ વર્ષે ફિલ્મમાં જોવા મળી શકે છે. રિપોર્ટ પ્રમાણે, અહાન યશરાજ બેનર સાથે ફિલ્મી કરિયર શરૂ કરશે.

imgonline com ua compressed iHNnwXg6v4tc
ખુશી કપૂર

જાહન્વી કપૂર બાદ હવે તેની નાની બહેન ખુશી કપૂર પણ બોલિવૂડમાં આવી શકે છે. ખુશી ઘણી જ ગ્લેમરસ તથા સ્ટાઈલિશ છે. તે સોશિયલ મીડિયામાં ખાસ્સી એક્ટિવ રહે છે. ખુશી હાલમાં અમેરિકામાં ફિલ્મમેકિંગ સ્કૂલમાંથી એક્ટિંગનો કોર્સ કરે છે.

aryan khan
આર્યન ખાન

શાહરુખ ખાનનો મોટો દીકરો આર્યન ખાન સોશિયલ મીડિયામાં ઘણો જ લોકપ્રિય છે. શાહરુખ ખાનના ચાહકો આર્યન ખાનને મોટા પડદે જોવા માટે ઉત્સુક છે. ચર્ચા છે કે આર્યન ખાન પ્રોડ્યૂસર કરન જોહરની ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર-3’થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરશે.

Salman Khans niece Alizeh Agnihotri is a vision becomes the face of a bridal couture line
અલીઝેહ અગ્નિહોત્રી

બોલિવૂડ લાઇફમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ સલમાન ખાનની ભાણી(બહેનની દીકરી)અલીઝેહ અગ્નિહોત્રીને ડિરેક્ટર સૂરજ બરજાત્યા લોન્ચ કરવા જઈ રહ્યા છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

ચિંતાની વાતઃ સમગ્ર દેશમાં જેટલા કોરોનાના કેસ(Corona case) છે, તેનાથી અડધા માત્ર આ રાજ્યમાં છે!