ચિંતાની વાતઃ સમગ્ર દેશમાં જેટલા કોરોનાના કેસ(Corona case) છે, તેનાથી અડધા માત્ર આ રાજ્યમાં છે!

Corona case

નવી દિલ્હી, 24 માર્ચઃ હાલની પરિસ્થિતિ સૌ કોઇ જાણે છે કે કોરોનાના કેસ(Corona case)માં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ દેશ માટે વધુ ચિંતાની વાત એ છે કે સમગ્ર દેશમાં જેટલા કેસ છે તેનાથી અડધા કેસ માત્ર મહારાષ્ટ્રમાં છે. જી, હાં મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 28,699 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 132 દર્દીઓના મોત નીપજ્યા છે.

ADVT Dental Titanium

આ રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 25,33,026  થઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં  13,165 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 88.73% થયો છે. હાલ રાજ્યમાં 2,30,641 એક્ટિવ કેસ છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

હોળી અને ધુળેટીના તહેવારને લઇ રાજ્ય સરકારે જાહેર કરી ગાઇડલાઇન(holi guidelines), સૂચનાનો અમલ ન કરનાર વિરુદ્ધ થશે કાર્યવાહી