12 year old daughter suicide

Surat Family Suicide: સુરતમાં એક જ પરિવારના 7 સભ્યોએ કરી આત્મહત્યા, પોલીસ તપાસ જારી…

Surat Family Suicide: પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું જ્યારે એક સભ્યએ ગળેફાંસી ખાઈને આપઘાત કર્યું

સુરત, 28 ઓક્ટોબરઃ Surat Family Suicide: ગુજરાતના સુરત શહેરથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હકીકતમાં અહીં, અડાજણમાં એક જ પરિવારના 7 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધું છે. ઘટના પછી સમગ્ર વિસ્તારમાં શોકનું માહૌલ છે. હાલ પરિવારે આ મોટું પગલું કેમ ભર્યું તેના પાછળનું કારણ અકબંધ છે. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, ઘટના પાલનપુર જકાતનાકા વિસ્તારની છે. અહીં પરિવારે ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત કર્યો છે. પતિ-પત્ની, માતા-પિતા, એક બાળક અને બે બાળકી એક સાથે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. જ્યારે એક સભ્યએ ગળેફાંસી ખાઈને આપઘાત કર્યું છે.

ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા છે. બીજી બાજુ પોલીસ કર્મીઓ દ્વારા આજુબાજુમાં રહેતા લોકો દ્વારા પૂછપરછ શરુ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો… Ram Mandir Inauguration: રામ મંદિર ઉદ્ઘાટનમાં પીએમ મોદીના જવા પર વિરોધ, જાણો સમગ્ર મામલો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો