dead body women 2

જામનગર નજીક બેડ ના દરિયા કિનારેથી અજ્ઞાત યુવતીનો મૃતદેહ મળી આવતા દોડધામ

સિક્કા પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ ના આધારે ઊંડાણપૂર્વકની તપાસનો ધમધમાટ શરુ કરાયો

dead body women

યુવતીની હત્યા કે આત્મહત્યા તે અંગે તપાસના ચક્રો ગતિમાન કરાયા

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૫ ઓક્ટોબર: જામનગર નજીક બેડ ના દરિયા કિનારેથી આજે વહેલી સવારે વીસેક વર્ષની વયની એક અજ્ઞાત સ્ત્રીનો મૃતદેહ તદ્દન નગ્ન હાલતમાં મળી આવ્યો છે. સિક્કા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને તેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીકના બેડ ના દરિયાકાંઠે થી આજે સવારે ૨૦ વર્ષ ની એક અજ્ઞાત યુવતીનો મૃતદેહ દરિયાના પાણીમાં તણાઈ ને કાંઠે આવ્યો હોવાનું જાણવા મળતા સ્થાનિકોએ સિક્કા પોલીસને જાણ કરી હતી. જેથી સિક્કાના પીએસઆઇ સિસોદિયા તેમના સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા.

Ad Space Paid FINAL 1

જ્યાં અજ્ઞાત સ્ત્રીનો મૃતદેહ તદ્દન નગ્ન હાલતમાં હતો, અને એક પણ કપડું નહોતું. જેના હાથમાં કેટલાક શબ્દો ત્રૉફાવેલા છે. પરંતુ કોઈ બાહ્ય ઇજાના નિશાનો જોવા મળ્યા ન હતા. પોલીસે સૌપ્રથમ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં મોકલી આપ્યો છે, અને તેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ તેનું મૃત્યુ કઈ રીતે થયું છે, તે અંગેની સંપૂર્ણ જાણકારી મળશે. પરંતુ હાલ મૃતદેહ ને લઈને પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.