Cong Mahila protest 3

જામનગરના ગેંગરેપ મુદ્દે પોલીસ મથકે મહિલા કોંગ્રેસનું હલ્લાબોલ

Cong Mahila protest 3

આરોપીને પોતાને હવાલે કરી દેવાની માંગણી સાથે મહિલા કોંગી કાર્યકર ચંપલો સાથે દોડી: પોલીસે મામલો થાળે પાડયો

જઅહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૫ ઓક્ટોબર: જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં બનેલી ગેંગરેપ કાંડના ચોથા આરોપીને આજે એસઓજીની ટીમે પકડી પાડયા પછી મહિલા પોલીસ મથકમાં સુપ્રત કરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન એસપી કચેરીના પ્રાંગણમાં જ આંદોલન કરી રહેલા મહિલા કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાયા જેમાં કોર્પોરેટર જેનમબેન ખફી, નીતાબેન પરમાર, કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા વિગેરે હતા અને તેઓએ હલ્લાબોલ કર્યું હતું.

Advt Banner Header

પોલીસ ટુકડી પાસેથી ગેંગરેપના આરોપીનો કબજો મેળવવાની માંગણી કરી હતી. આરોપીને પ્રજાને હવાલે કરી દયો, અમે જ ઝડપી ન્યાય આપી દેશું, તેવી માગણી સાથે ચપ્પલ લઇને મહિલા કોંગી કાર્યકરો દોડતાં પોલીસે સમય સૂચકતા વાપરીને મામલો થાળે પાડી દીધો હતો.

અને આરોપીને સહી સલામત રીતે મહિલા પોલીસ મથકમાં પહોંચાડીને એક રૂમ માં બેસાડી દીધો હતો. અને મહિલા કોંગી કાર્યકરોને છૂટા પાડ્યા હતા. પાંચેક મીનીટ સુધી ઘર્ષણ ચાલ્યા પછી આખરે મામલો શાંત થયો હતો.