Rain 600x337 1

Rainfall perception: ગુજરાતના આ વિસ્તારોમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ- વાંચો વિગત

Rainfall perception: હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં મંગળવારથી ગુરુવાર સુધી મધ્યમથી ભારે વરસાદ પડે એવી સંભાવના છે

અમદાવાદ, 08 ઓગષ્ટઃ Rainfall perception: આજથી શુક્રવાર સુધી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં મંગળવારથી ગુરુવાર સુધી મધ્યમથી ભારે વરસાદ પડે એવી સંભાવના છે.

સોમવારે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં 65 એમ.એમ. નોંધાયો છે. અમરેલી જિલ્લાના બાબરામાં પણ 65 એમ.એમ. વરસાદ પડ્યો છે. ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 76.21 ટકા વરસાદ પડ્યો છે, જેમાં કચ્છમાં 125.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 62.59 ટકા, સૌરાષ્ટ્રમાં 71.05 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 65.68 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 87.39 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચોઃ Bollywood will be bankrupt by next year: આ અભિનેત્રીએ આપ્યો શ્રાપ, કહ્યું- બોલીવૂડ ફિલ્મોને ફાઈનાન્સ મળતું બંધ થઈ જશે

આ પણ વાંચોઃ Tata motors will buy ford sanand plant: ફોર્ડનો સાણંદ પ્લાન્ટ ટાટા મોટર્સ રૂ. 725 કરોડમાં ખરીદશે,FIPLએ આજ રોજ યુનિટ ટ્રાન્સફર એગ્રિમેન્ટ (UTA) પર હસ્તાક્ષર કર્યા

Gujarati banner 01