Tribute to Bipin rawat

Tribute to Bipin rawat: જામનગર માં તામિલનાડુ હેલિકોપ્ટર ક્રેશ ના શહીદો ને અપાઈ શ્રધ્ધાંજલિ

Tribute to Bipin rawat: ભારત તિબ્બત સંઘ જામનગર દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી

જામનગર, ૧૫ ડિસેમ્બર: Tribute to Bipin rawat: તામિલનાડુના જંગલો માં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતાં હેલિકોપ્ટર માં સવાર જનરલ બિપિન રાવત સહિત તમામ જવાનોના નિધન થતાં સમગ્ર દેશમાં તેમને શ્રધ્ધાંજલિ આપવામાં આવી રહી છે. જામનગરમાં પણ ભારત તિબ્બત સંઘ દ્વારા દુર્ઘટના ના શહીદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

Tribute to Bipin rawat 1

ભારત તિબ્બત સંઘ જામનગર તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લ્હાસા માર્કેટ માં પ્રવાસી તિબેટીયનો સાથે હેલિકોપ્ટર દુર્ઘટના માં શહિદ થયેલા જવાનોને મૌન પાડી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ તેઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Girl swallowed the LED bulb: ૨ વર્ષની બાળકી LED બલ્બ ગળી ગઇ, બલ્બના ઇલેકટ્રોડ્સ શ્વાસનળી અને ફેફસા વચ્ચે ફસાઇ ગયો- વાંચો વિગત

શહીદોને શ્રધ્ધાંજલિ કાર્યક્રમ માં ભારત તિબ્બત સંઘ જામનગર જિલ્લા અધ્યક્ષ ડીમ્પલબેન રાવલ, ઉપાધ્યક્ષ પાયલબેન શર્મા અને આશાબેન કટારમલ, રીટાબેન ઝીંઝુવાડિયાં, દિષિતાબેન પંડ્યા, ધારાબેન પુરોહિત તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના મનોજભાઇ અડાલજા, હર્ષવર્ધનસિંહ ઝાલા, વ્રજલાલભાઈ પાઠક, વિશ્વ હિન્દુ પરિષદ ના ભરતભાઇ મોદી વિગેરે આગેવાનો જોડાયા હતા કાર્યક્રમ નું સંચાલન આર.એસ.એસ. ના વ્રજલાલભાઈ પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj