accident

Unjha bike accident: મોડી રાત્રે એક બેકાબૂ ટ્રકે બાઈક ચાલકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે મૃત્યું નિપજ્યું- જુઓ સંપૂર્ણ ઘટના

Unjha bike accident: દુઃખદઃ બેકાબૂ ટ્રકે યુવાનને અડફેટે લેતા ઘટના સ્થળે મૃત્યું, પરિવારે પોતાનો લાડકવાયો દિકરો ગુમાવ્યો

પાટણ, ૦૬ ઓગસ્ટ: Unjha bike accident: પાટણના ઊંઝા હાઈવે પાસે મોડી રાત્રે એક બેકાબૂ ટ્રકે બાઈક ચાલકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે મૃત્યું નિપજ્યું હતું. સર્કલ પાસે ઉભેલો બાઈક સવાર જીવ બચાવવા માટે બાઈક મૂકી દોડે છે પરંતુ બેફામ ટ્રક તને કચડી નાખે છે.

આ હ્રદયસ્પર્શી ઘટનાના CCTV સામે આવ્યા છે. જે તમને અંદરથી હચમચાવી દે તેવા છે. આ કરૂણ દુર્ઘટનાને પગલે પરિવારે પોતાનો લાડકવાયો દિકરો ગુમાવ્યો છે. આ યુવાન કાંસા ગામનો અજય ચૌધરી છે. પરિવારે એક આશાસ્પદ અને ઘરના મોભી દિકરાને ગુમાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે.

આ પણ વાંચો…House in this village of italy for only 90 rupees: આ દેશમાં ફક્ત 90 રુપિયા ખરીદી શકો છો ઘર, પણ આ છે શરત

આ (Unjha bike accident) ગંભીર અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે બનાવને પગલે લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, યુવાન ધારપુર આવેલી અમૂલ ડેરીએ નોકરી કરવા માટે ઘરેથી નીકળ્યો હતો. જોકે તે રસ્તામાં ઊંઝા હાઈવે પર ત્રણ રસ્તા પાસે રાત્રિના સમયે ઉભો હતો તે દરમિયાન અચાનક એક કાળમૂખખી ટ્રક આવીને તેને કચડી નાખતા યુવાનનું ઘટના સ્થળે પ્રાણ પંખીડુ નીકળી ગયું હતું.

Whatsapp Join Banner Guj

CCTVમાં જોતા જાણવા મળે છે કે યુવાનને જેવો આભાસ થાય છે કે ટ્રક તેની તરફ આવી રહ્યો છે ત્યારે તે જીવ બચાવવા બાઈક મૂકીને બચવાનો પ્રયાસ કરે છે પરંતૂ બેફામ ટ્રક પળભરમાં જ તેને નજીક આવી તેને અડફેટે લઈ લે છે. અકસ્માતની જાણ થતા લોકોના યુવકની મદદે પહોંચ્યા ત્યાં સુધી મોડું થઈ ગયું હતું અને ઘટના સ્થળે જ યુવકનું મૃત્યું નીપજ્યું હતું. લોકોએ આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ટ્રક ચાલકને ઝડપવા માટે તજવીજ હાથ ધરી છે.