Death

Woman Doctor Death: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં મહિલા ડોક્ટરે કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં લખી આ વાત- વાંચો વિગત

Woman Doctor Death: એક મહિનાથી પીઆઇએ બ્રેકઅપ કરી દેતા મહિલાએ આપઘાત કર્યાનું સામે આવ્યુ

અમદાવાદ, 07 માર્ચઃ Woman Doctor Death: અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ગેટ પાસે મહિલા તબીબનું રહસ્યમય મોતની ઘટના સામે આવી છે. મળતી જાણકારી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાંચનાગેટ પાસે મહિલા ડોક્ટરના મોતના કેસમાં નવો વળાંક આવ્યો હતો. મૃતક વૈશાલી જોશીની ડાયરીમાં 15 પેજનું લખાણ મળી આવ્યું છે અને તેમા PI ખાચર સાથે પ્રેમ સંબંધ હોવાની હકીકત સામે આવી છે.

આ પણ વાંચોઃ Mahashivratri Prasad: મહાશિવરાત્રી પર ભોળાનાથને ધરાવો આ પ્રસાદ, શિવજી તમારી મનોકામના કરશે પૂર્ણ

આ અંગેની માહિતી અનુસાર ડૉ.વૈશાલી જોશી અને PI ખાચર સાથે ગણ સમયથી  પ્રેમમાં હતા. એટલું જ નહીં તબીબ યુવતી PI ખાચરને મળવા આવી હતી. આ માટે પ્રાથમિક તપાસ દરમિયાન તબીબ યુવતીના પર્સમાંથી 15 પાનાની નોટ મળી છે. જેના આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

મૃતક પાસેથી 15 પેજની સ્યુસાઇડ નોટ મળી છે. જેમાં મારા અંતિમ સંસ્કાર PI  ખાચર કરે તેવો ઉલ્લેખ સ્યુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે. તેમજ PI  ખાચરે ચાર વર્ષથી મહિલા તબીબ સાથે પ્રેમ સંબંધમાં હતા. પરંતુ એક મહિનાથી પીઆઇએ બ્રેકઅપ કરી દેતા મહિલાએ આપઘાત કર્યાનું સામે આવ્યુ છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો