Vadodara Division

International Women’s Day: હવે ટ્રેક મશીન સંપૂર્ણ રીતે મહિલા ટીમ દ્વારા થશે સંચાલિત

વડોદરા, 07 માર્ચઃ International Women’s Day: નારી સશક્તિકરણની દિશામાં અગ્રગણ્ય ભૂમિકા ભજવતાં પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા ટ્રેક જાળવણી માટે ચલાવાઈ રહેલી ટ્રેક મશીનને પૂર્ણપણે મહિલા ટીમ દ્વારા સંચાલિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય મેનેજર અશોક કુમાર મિશ્રએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મહિલાઓ દ્વારા સંચાલિત આ ટ્રેક મશીનનો શુભારંભ કર્યો. તેમણે આ અવસરે સમગ્ર મહિલા ટીમનો ઉત્સાહ વધાર્યો.

આ પણ વાંચો… Mahashivratri Prasad: મહાશિવરાત્રી પર ભોળાનાથને ધરાવો આ પ્રસાદ, શિવજી તમારી મનોકામના કરશે પૂર્ણ

વડોદરા મંડળના ડીઆરએમ જીતેન્દ્ર સિંહએ ટ્રેક મશીનની મહિલા ટીમની પ્રશંસા કરતાં જણાવ્યું કે, રેલવેમાં પણ હવે મહિલાઓ આગેવાન ભૂમિકા ભજવી રહી છે. ટ્રેક મશીન પરના કામના પુરૂષોના વર્ચસ્વને તોડતાં તેમણે પશ્ચિમ રેલવે પર ટ્રેક મશીન ચલાવવાનો ઈતિહાસ રચ્યો છે.

આ મહિલા ટીમમાં 7 સભ્યો છે જેમાં ભાગ્યશ્રી સાવરકર, હેમા ચતુર્વેદી, નિક્કી કુમારી અને માધુરી ભોંસલે જૂનિયર એન્જિનિયર તથા લક્ષ્મી તંવર, સીમા કુમાર અને પૂનમ ઠાકરે મશીન સહાયકની ભૂમિકામાં રહેશે. ભાગ્યશ્રી સાવરકર આ મશીનની ઈન્ચાર્જ પણ રહેશે. આ તમામને નિયમાનુસાર યોગ્ય ટ્રેનિંગ પણ આપવામાં આવી જેનાથી તેઓ પોતાના કામને સારી રીતે કરી શકશે.

ટ્રેક મશીન ઈન્ચાર્જ ભાગ્યશ્રી સાવરકરએ જણાવ્યું કે, પશ્ચિમ રેલવે દ્વારા અમને આ જવાબદારી સોંપવામાં આવી છે જેને સંપૂર્ણપણે નિભાવવાનો પૂરેપૂરો પ્રયત્ન રહેશે. અમે આના માટે અત્યંત ઉત્સાહિત છીએ. તેમના મુજબ એક મહિલા આગેવાન ટીમ તરીકે કામ કરવું એ અમારા સૌ માટે ગૌરવની બાબત છે તથા આ નારી સશક્તિકરણની દિશામાં પશ્ચિમ રેલવેનુ મહત્વપૂર્ણ પગલું છે. અમને એક એવું ટ્રેક મશીન સંભાળવાનો મોકો મળ્યો છે જેના પર અત્યાર સુધી પુરૂષોનું વર્ચસ્વ રહ્યું છે.

વર્તમાનમાં ટ્રેકના પેરામીટર્સને જાળવી રાખવા અને 160 kmph ની ઝડપે ટ્રેન ચલાવવાની તૈયારીઓ સાથે તાલમેલ બેસાડીને કામ કરવાની અમારી પ્રાથમિકતા રહેશે. વર્તમાનમાં ટ્રેક મશીનમાં યૂરિનલની જોગવાઈ નથી હોતી પરંતુ આ મશીનમાં વોટરલેસ યૂરિનલ લગાવવામાં આવ્યું છે જેનાથી મહિલા ટીમને પોતાની આઠ કલાકની ડ્યુટી દરમિયાન સુવિધા રહેશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો